બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Andhra Pradesh former cm kiran kumar reddy joins bjp in delhi watch video

રાજકારણ / દક્ષિણ ભારતમાં ભાજપે ખેલ પાડ્યો... દિગ્ગજ નેતા અને પૂર્વ CMએ ધારણ કર્યો ભગવો, કહ્યું કોંગ્રેસમાં એક રાજા...

Arohi

Last Updated: 02:43 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Andhra Pradesh: અવિભાજીત આંધ્ર પ્રદેશના પૂર્વ CM કિરણ કુમાર રેડ્ડીએ આજે BJP જોઈન કર્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકો સુધી નથી પહોંચી શકતું.

  • આંધ્ર પ્રદેશના પૂર્વ CMએ જોઈન કર્યું BJP 
  • કિરણ કુમારે કહ્યું કોંગ્રેસ નથી પહોંચી રહી લોકો સુધી 
  • થોડા દિવસ પહેલા જ આપ્યું હતું રાજીનામું 

આંધ્ર પ્રદેશના પૂર્વ CM કિરણ કુમાર રેડ્ડીએ આજે BJP જોઈન કરી લીધુ છે. આજના આ ઘટનાક્રમથી અમુક દિવસ પહેલા જ કોંગ્રેસના નેતા રહી ચુકેલા રેડ્ડીએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખરગેને પત્ર લઈને પોતાનું રાજીનામું મોકલી દીધું હતું. 

પાર્ટી જોઈન કર્યાના થોડા દિવસ બાદ જ બીજેપી હેડક્વાર્ટરમાં પ્રેસને સંબંધોતિ કરતી વખતે કિરણે જણાવ્યું, કોંગ્રેસ લોકો સુધી નથી  પહોંચી રહી અને હાઈકમાન્ડના ખોટા નિર્ણયોના કારણે પાર્ટી અલગ અલગ રાજ્યોમાં તૂટી રહી છે. આ એક રાજ્યની વાત નથી લગભગ દરેક રાજ્યોમાં જ આવી સ્થિતિ છે. 

BJP જોઈન કરવાના સવાલ પર શું બોલ્યા કિરણ? 
પ્રેસને સંબોધિત કરતા કિરણે કહ્યું, હું કોંગ્રેસ માટે કહેવા માંગું છું કે કોંગ્રેસ પાર્ટી લોકોના મતને નથી સમજી શકતી. કોંગ્રેસ પાર્ટી વિશ્લેષણ નથી કરી રહી અને પોતાની ભૂલોને સુધારી પણ નથી રહી. 

પાર્ટી વિચારે છે કે તે જ સાચી છે અને દેશની જનતા સહિત બાકી બધા ખોટા છે. આ વિચારધારાના કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. તેમના માટે એક જુની કહેવત છે કે મારા રાજા ખૂબ જ બુદ્ધિશાળી છે તે પોતે વિચારતો નથી અને કોઈની સલાહ પણ નથી માનતો. તમને બધાને ખબર પડી ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું. 

આ પહેલા પણ આપી ચુક્યા છે રાજીનામુ 
જોકે આ પહેલી વખત ન હતું કે જ્યારે કિરણ કુમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે. તેના પહેલા પણ તેમણે 2014માં તત્કાલીન યુપીએ સરકારના આંધ્ર પ્રદેશને વિભાજીત કરવા અને તેલંગાણાને અલગ કરવાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતું.

તેમણે રાજીનામાના તરત બાદ તેમની પોતાની પાર્ટી "જય સમૈક્ય આંધ્ર" બનાવી હતી. પરંતુ 2014ની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન ન કરી શકી અને બાકીના વર્ષોમાં રેડ્ડીએ ફરીથી કોંગ્રેસ જોઈન કરી લીધું. જોકે આજે તેમણે ઓફિશ્યલ રીતે બીજેપી જોઈન કરી લીધુ છે. આવનાર દિવસોમાં એ જોવું રસપ્રદ રહેશે કે બીજેપી તેમને કઈ ભુમિકા આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ