રાષ્ટ્રપતિ કોવિંદે પાંચ રાજ્યોના રાજ્યપાલની નિમણૂંક કરી છે. આનંદીબેન પટેલને MPથી UP બદલી કરી. જેથી બેન હવે ઉતરપ્રદેશના નવા રાજ્યપાલ બનશે. ઉતરપ્રદેશના રાજ્યપાલ રામ નાઈકનો કાર્યકાળ પૂર્ણ થતાં આનંદીબેનને ટ્રાન્સફર કરાયાં.
આ સાથે રાષ્ટ્રપતિએ અન્ય 4 રાજ્યમાં પણ નવા રાજ્યપાલની નિમણૂક કરી છે. ફાગુ ચૌહાણ બિહારના નવા ગવર્નર, લાલજી ટંડનની મધ્યપ્રદેશના ગવર્નર તરીકે વરણી કરાઇ છે.
જ્યારે આર.એન. રવિને નાગાલેન્ડના રાજ્યપાલ બનાવાયા અને જયદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવાયા છે. આ ઉપરાંત ત્રિપુરામાં રમેશ બાઇસની રાજ્યપાલ તરીકે વરણી કરાઇ.