નિવેદન /
એલોપેથીની દવા ખાઈને લાખો લોકો મરી ગયા...: બાબા રામદેવે આપ્યું એવું વિવાદિત નિવેદન કે FIR નોંધાઈ
Team VTV10:52 AM, 22 May 21
| Updated: 11:03 AM, 22 May 21
કોરોનાની બીજી લહેરમાં જ્યારે બ્લેક ફંગસને પણ અમુક રાજ્યોમાં મહામારી જાહેર કરી છે ત્યારે બાબા રામદેવે કોરોનાની દવા લઈ એક મોટું નિવેદન આપ્યું છે.
એક કાર્યકર્મમમાં તેમણે આવું નિવેદન આપ્યું
કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ
બાબા રામદેવના આવા નિવેદનથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
એક કાર્યકર્મમમાં તેમણે આવું નિવેદન આપ્યું
હાલ મહામારીને કારણે તેઓ ઓછી સંખ્યામાં લોકોને કાર્યકર્મોમાં પ્રવેશ આપે છે. આ કાર્યક્રમમાં જ તેમણે એલોપેથી દવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે દાવો કર્યો છે કે એલોપેથી દવાના કારણે જ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મોંઘા ભાવના મળતા ઇન્જેક્શનો આ રોગ સામે નિષ્ફળ ગયા છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વિન, રેમડેસિવિર ઇન્જેક્શનો પણ દર્દીઓ પર કોઈ અસર નથી કરતી. સાથે જ કોરોનામાં થતી અમુક સારવાર પર પણ ફેઇલ ગઈ છે.
કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ
સાથે જ તેમણે કહ્યું કે કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ડોકટરો માત્ર તાવ ઉતારવાની દવા આપે છે. પણ જેના કારણે તાવ આવે છે તે રોગનું નિદાન કરે તેવી દવા તમારી પાસે નથી.બાબા રામદેવે કહ્યું કે ઓક્સિજનની અછત, સારવાર ન મળવાના કારણે જેટલા મૃત્યુ થયા છે તેનાથી અનેક ગણા વધુ મૃત્યુ એલોપેથી દવા લેવાથી થયા છે. બાબા રામદેવે કહ્યું કે એલોપેથી સાયન્સ સંપૂર્ણ ખરાબ નથી. અમે તેનું સ્વાગત કરીએ છીએ.
બાબા રામદેવના આવા નિવેદનથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
બાબા રામદેવના આવા વિવાદાસ્પદ નિવેદનથી મેડિકલ સાયન્સ પણ રોષે ભરાયું હતું.જોકે આ મામલે હવે બાબા રામદેવ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. કોવિડની સારવાર પર સવાલ ઉઠાવવા બદલ બાબા રામદેવ વિરુદ્ધ IMAના વાઈસ પ્રેસિડેન્ટ નવજોતસિંહ દહીયાએ ફરિયાદ દાખલ કરાવી છે.