બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / all corona curbs will end from 31st march face mask distancing norms will continue

BIG BREAKING / હવેથી મોદી સરકાર કોરોનાની ગાઈડલાઈન બહાર નહીં પાડે, રાજ્યોને કહ્યું તમારી રીતે નિયમોનું ધ્યાન રાખજો

Dhruv

Last Updated: 01:54 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાના કેસો ઘટતા કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે તમામ રાજ્યોને હવે પોતાની મેળે નિર્ણય લેવાનો આદેશ આપી દીધો છે. એટલે કે, હવે કોરોનાને લગતી કોઇ જ નવી ગાઇડલાઇન બહાર નહીં પડાય.

  • કોરોનાના ઘટતા કેસ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
  • તમામ રાજ્યોને કોવિડ ગાઇડલાઇનને લઇને પોતાની મેળે નિર્ણય લેવા આદેશ 
  • ફેસ માસ્કનો નિયમ અને સોશિયલ ડિસ્ટન્સ યથાવત રહેશે

દેશમાં હવે કોરોનાના કેસો ઘટી રહ્યાં છે. ત્યારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને હવે પોતાની મેળે નિર્ણય લેવાનો આદેશ આપી દીધો છે. એટલે કે, હવે કોરોનાને લગતી કોઇ જ નવી ગાઇડલાઇન કેન્દ્ર સરકાર દ્વારા બહાર નહીં પડાય. પરંતુ હજુ પણ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું લોકોએ ફરજિયાત પાલન કરવું પડશે.

દેશમાં આજ રોજ કોરોનાનાં નવા 1778 નવા કેસ નોંધાયા તો 62 લોકોના મોત નિપજ્યાં

બુધવારે ભારતમાં એક જ દિવસમાં કોવિડ-19 નાં 1778 નવા કેસ નોંધાયા હતા. સારવાર પામેલા દર્દીઓની સંખ્યા ઘટીને 23,087 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં 62 લોકોના મોત થયા છે. આ જીવલેણ કોરોનાનાં કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,16,605 એ પહોંચી ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 826નો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં રસીના 181.89 કરોડથી વધુ ડોઝ અપાયાં

સંક્રમણનો દૈનિક દર 0.26 ટકા અને સાપ્તાહિક દર 0.36 ટકા નોંધાયો છે. દેશમાં કોવિડ-19 માટે અત્યાર સુધીમાં કુલ 78.42 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાંથી છેલ્લાં 24 કલાકમાં 6,77,218 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,24,73,057 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે. આ સાથે જ દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 181.89 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે.

દેશમાં 19 ડિસેમ્બર 2020નાં રોજ સંક્રમણનાં કેસ એક કરોડને વટાવી ગયા હતા

તમને જણાવી દઈએ કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતાં.

દેશમાં 19 ડિસેમ્બર 2020નાં રોજ સંક્રમણનાં કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 નાં ​​રોજ તે 3 કરોડને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ તે આંક ચાર કરોડને વટાવી ગયો હતો. મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં સંક્રમણના કારણે મૃત્યુના 62 કેસ નોંધાયા છે, જેમાંથી 52 કેસ માત્ર કેરળના હતાં.

 

દેશમાં અત્યાર સુધીમાં 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોરોના રસીના 181 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં. ગઈ કાલે 30 લાખ 53 હજાર 897 ડોઝ આપવામાં આવ્યાં હતાં ત્યાર બાદ અત્યાર સુધીમાં રસીના 181 કરોડ 89 લાખ 15 હજાર 234 ડોઝ આપવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, આરોગ્ય કર્મચારીઓ, કોરોના યોદ્ધાઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 2 કરોડ (2,20,10,777) થી વધારે રસીઓ આપવામાં આવી. તમને જણાવી દઇએ કે, દેશમાં કોવિડ વિરોધી રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી, 2021 થી શરૂ થયું હતું અને પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. આ સાથે કોરોના યોદ્ધાઓ માટે રસીકરણ અભિયાન 2જી ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ