બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / aligarh muslim university sends samples for new coronavirus variant

ભયનો માહોલ / કોરોનાનો વધુ એક વેરિયન્ટ કે શું ? આ જાણીતી યુનિવર્સિટીમાં 20 દિવસમાં 26 પ્રોફેસરના મોતથી હડકંપ

Kavan

Last Updated: 03:27 PM, 10 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના કહેરે સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ મચાવી છે, લાખો લોકોના અત્યાર સુધીમાં જીવ ગયા છે. ત્યારે ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અનેક પ્રોફસરના કોરોનાથી મોત થયાં હડકંપ મચી જવા પામ્યો છે.

  • AMUમાં કોરોનાના નવા પ્રકારની શંકા
  • 20 દિવસમાં 26 લોકોએ ગુમાવ્યો જીવ
  • મૃત્યુદર વધતા દિલ્લી મોકલાયા સેમ્પલ

મળતી જાણકારી પ્રમાણે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં કોરોનાથી સંક્રમિત થયા બાદ કેટલાક વર્તમાન અને પૂર્વ શિક્ષકોના થોડા દિવસોમાં થયેલા મૃત્યુએ યુનિવર્સિટીની ચિંતા વધારી છે. 

વાઇસ ચાન્સલરે લખ્યો પત્ર  

યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તારીક મંસૂરે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને યુનિવર્સિટીમાં એકત્ર કરવામાં આવેલા સેમ્પલને તાત્કાલિક તપાસ કરાવવા માટે પત્ર લખ્યો છે. આ તમામ સેમ્પલ AMUમાં બનેલી ICMRથી પ્રમાણિત લેબે એકત્ર કર્યા છે.

કોરોનાના નવા સ્ટ્રેનને લીધે મોત થઈ રહ્યા હોવાની શંકા 

યુનિવર્સિટી અનુસાર તમામ સેમ્પલને તપાસ માટે દિલ્હીમાં CSIR-ઇન્સ્ટીટ્યૂટ ઓફ જિનોમિક્સ એન્ડ ઇંટીગ્રેટિવ બોયોલોજીમાં મોકલ્યા છે. મૃત્યુના આંકડામાં વધારો વાયરસના કોઇ નવા પ્રકારના કારણે થઇ રહ્યાં હોવાની શંકા વ્યક્ત કરી છે. 

અત્યાર સુધીમાં 26 લોકોએ ગુમાવ્યા છે જીવ 

જોકે ICMR અથવા સરકારે હજુ તેના પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. એક રિપોર્ટ અનુસાર 20 દિવસમાં 16 વર્તમાન અને 10 પૂર્વ ફેકલ્ટી મેમ્બર્સના કોરોનાથી મૃત્યુ થયા છે.

ભારતમાં ગત 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસ

દેશમાં કોરોનાના સંક્રમણમાં નજીવી રાહત મળી છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ 4 લાખથી નીચે નોંધાયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 3 લાખ 66 હજાર 317 પહોંચ્યા છે. તો સાથે એક દિવસમાં ભારતમાં કોરોનાથી રિકવર દર્દી 3 લાખ 53 હજાર 580 થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક 3 હજાર 747 થયો છે. તો દેશમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 37 લાખ 41 હજાર 368 સુધી પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 26 લાખ 62 હજાર 410 થઈ ચૂક્યા છે તો ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 86 લાખ 65 હજાર 266 થઈ છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 46 હજાર 146 સુધી પહોંચી ગયો છે.  કોરોનાના સંક્રમિત દરની વાત કરીએ તો તે 82.15 ટકા સુધી પહોંચી ચૂક્યો છે.

india reports 3 lakh 66 thousand fresh covid 19 cases in last 24 hours and more than 3700 deaths

16.94 કરોડ લોકોને અપાઈ છે વેક્સીન

દેશમાં વેક્સીનેશનનો 16.94 ટકા ડોઝ અપાયો છે. મંત્રાલયે કહ્યું કે દેશમાં અપાયેલા કોરોના વેક્સીનના ડોઝમાં 66.78 ટકા મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પ. બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, બિહાર અને આંધ્રપ્રદેશમાં અપાયા છે. 18-44 વર્ષની ઉંમરના 1784869 લોકોને વેક્સીનેશનનો પહેલો ડોઝ અપાયો છે.   

10 રાજ્યોમાં 71 ટકા નવા કેસ નોંધાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે 24 કલાકમાં આવેલા નવા કેસની સંખ્યામાં 71.15 ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી સહિત 10 રાજ્યોના છે. અન્ય 10 રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પ. બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. કુલ 30.22 કરોડ કેસની તપાસ થઈ છે અને દૈનિક સંક્રમણ રેટ 21.64 ટકાનો છે. 20 રાજ્યોમાં 10 લાખની આબાદીમાં મૃત્યુદર 176થઈ ઓછો છે. તો 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ રાષ્ટ્રિય સ્તરથી વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ