બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / alia bhatt reveals her first look from film brahmastra

ગિફ્ટ / બર્થડે પર Alia Bhatt તરફથી ફેંસને સ્પેશિયલ ટ્રીટ, શેર કર્યો બ્રહ્માસ્ત્રમાં પોતાનો ફર્સ્ટ લુક, ફેંસ થયા ઘેલા

Khevna

Last Updated: 02:29 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આલિયા ભટ્ટે તેના બર્થડે પર પોતાના ફેંસ સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં તેનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જુઓ આલિયાનો આ લુક

  • આલિયાએ બર્થડે પર ફેંસને આપ્યું સરપ્રાઈઝ 
  • આલિયાનાં બર્થ ડે પર અયાનની ગિફ્ટ
  • આલિયા માટે કરણની બર્થડે વિશ 

આલિયાએ બર્થડે પર ફેંસને આપ્યું સરપ્રાઈઝ 

આજે બોલિવુડની એક્ટ્રેસ આલિયા ભટ્ટનો બર્થ ડે છે. એક્ટ્રેસ પોતાના સ્પેશિયલ ડે પર ફેંસને એક ખાસ ટ્રીટ આપતી જોવા મળી. આલિયા ભટ્ટે પોતાના 29માં જન્મદિવસ પર પોતાની અને રણબીર કપૂરની મચઅવેઈટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર દ્વારા ફિલ્મમાં પોતાનો ફર્સ્ટ લુક રીવીલ કર્યો છે. બ્રહ્માસ્ત્રમાં આલિયા ઇશાનાં પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં એક્ટ્રેસનો લુક ઘણો અટ્રેક્ટીવ છે. 

બ્રહ્માસ્ત્રથી સામે આવ્યો આલિયાનો ફર્સ્ટ લુક 
આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્રનાં ટીઝરમાં બબલી ગર્લ સાથે ઇન્ટેન્સ અને સીરીયસ લુકમાં જોવા મળી રહી છે. આલિયાનો લુક જોઇને લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં દર્શકોને એક્ટ્રેસનાં ઘણા અલગ અલગ શેડ્સ જોવા મળશે. આલિયાએ ફિલ્મથી પોતાનો ફર્સ્ટ લુક શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે - હેપ્પી બર્થડે ટૂ મી. તમારા માટે ઇશાને મળવાનો આનાથી વધારે સારો દિવસ ન હોય શકે.  અયાન મારા વન્ડર બોય. લવ યૂ. થેંક્યૂ. 

આલિયાનાં બર્થ ડે પર અયાનની ગિફ્ટ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

ફિલ્મમાં ડાયરેક્ટર અયાન મુખર્જીએ પણ આલિયા ભટ્ટને ખાસ અંદાજમાં બર્થ ડે વિષ કરતા બ્રહ્માસ્ત્રથી એક્ટ્રેસનો ફર્સ્ટ લુક ફેંસ સાથે શેર કર્યો છે. અયાન મુખર્જીએ ફિલ્મનું ટીઝર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે - હેપ્પી બર્થ ડે લિટલ વન. જોય, પ્રાઈડ, ઇન્સ્પિરેશન ને મેજિક, જે તે મને અનુભવ કરાવ્યો છે. તારા સ્પેશિયલ ડે પર સેલિબ્રેટ કરવા માટે અહી કંઈક છે. અયાન આગળ લખે છે કે - આપણી ઇશા બ્રહ્માસ્ત્રની શક્તિ છે. 

 

આલિયા માટે કરણની બર્થડે વિશ 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

કારણ જોહરે પણ બ્રહ્માસ્ત્રમાં આલિયાનાં ફર્સ્ટ લુકનું પોસ્ટર શેર કરતા એક્ટ્રેસને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. કરણે પોતાની ડાર્લિંગ આલિયાનાં સ્પેશિયલ ડે પર એક લાંબી પોસ્ટ લખીને પોતાની ભાવના જતાવી છે. કરણે આલીયાને જણાવ્યું કે તે તેમના માટે કેટલી સ્પેશિયલ છે અને આલિયા માટે તેમના દિલમાં પ્રેમ અને સાથે સાથે માન પણ છે. 
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ