airport authority has issued new guideline to prevent corona
નવા નિયમો /
ટ્રાવેલ કરતાં પહેલા નવા નિયમો જાણી લેજો: રેલવે અને એરપૉર્ટ ઑથોરિટીએ જાહેર કરી ગાઈડલાઇન
Team VTV10:08 AM, 12 May 22
| Updated: 10:10 AM, 12 May 22
કોરોના સંક્રમણને અટકાવવા માટે રેલવે અને એરપોર્ટ અથોરિટીએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જાણો આ વિષે વિગતવાર
કોરોના સંક્રમણને અટકાવવા એરપોર્ટ અથોરિટીએ અને રેલવેએ જાહેર કરી નવી ગાઈડલાઈન
યાત્રીઓ માટે માસ્ક ફરજીયાત
નવી ગાઇડલાઈન મંગળવારથી લાગુ
કોરોના સંક્રમણને અટકાવવા એરપોર્ટ અથોરિટીએ જાહેર કરી નવી ગાઈડલાઈન
કોરોના સંક્રમણની ચોથી લહેરનાં આગમન વચ્ચે રેલવે બાદ હવે એરપોર્ટ અથોરિટીએ પણ કડક પગલાં ભરતા નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કોરોનાની આ ગાઈડલાઈન જાહેર થયા બાદ હવે યાત્રીઓએ અથોરિટી તરફથી જાહેર આદેશોનું પાલન કરવું પડશે.
યાત્રીઓ માટે માસ્ક ફરજીયાત
હવે યાત્રીઓ માટે યાત્રા દરમિયાન, માસ્ક પહેરવું ફરજીયાત હશે. આ સાથે જ કોરોના ગાઈડલાઈનને લઈને માર્ગદર્શિકા અનુરૂપ જ યાત્રા કરવાની રહેશે. આ નિયમો માત્ર યાત્રીઓ માટે જ નહીં, પણ કાર્યરત કર્મચારીઓ ઉપરાંત અન્ય વિભાગો માટે પણ રહેશે નહીતર કાર્યવાહી કરવામાં આવશે કે યાત્રા કરવા દેવામાં આવશે નહીં.
દેશમાં કોરોનાનાં વધતા મામલાઓને ધ્યાનમાં રાખતા, એરપોર્ટ અથોરિટીએ નવી ગાઈડલાઈન મંગળવારે જાહેર કરી છે. વારાણસીમાં બાબતપુર સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી આતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નાગર વિમાનન મંત્રાલય તરફથી પત્ર જાહેર કરી કોરોનાને અટકાવવા માટે માસ્કને ફરજીયાત કરવામાં આવ્યું છે. કોવિડની ચોથી લહેરમાં સંક્રમણની સંભાવનાઓને સમાપ્ત કરવા માટે ડીજીસીએનાં આદેશ પર મંગળવારથી એરપોર્ટ અથોરિટીએ બધી એરલાઈન્સ અને કર્મચારીઓને ગાઈડલાઈનનું પાલન કરવા અને યાત્રીઓ પાસે કરાવવાનો આદેશ આપ્યો છે.
રેલવેની નવી ગાઈડલાઈન
કોરોનાના વધતા જતા કેસોને જોતા રેલવે મંત્રાલયે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. રેલવેએ તેના આદેશમાં કહ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મુસાફરોએ માસ્ક પહેરવું જોઈએ અને સામાજિક અંતરનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર મુસાફરોને ઉતારવા અને રિસીવ કરવા જતા લોકોએ પણ માસ્ક પહેરવું પડશે જેથી કરીને કોરોનાના વધતા સંક્રમણને રોકી શકાય. આ સાથે, કોવિડ પ્રોટોકોલની અન્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે.
નવી ગાઇડલાઈન મંગળવારથી લાગુ
મંગળવારે આખા ટર્મિનલ બિલ્ડીંગને સેનેટાઈઝ કરવામાં આવ્યું. અથોરિટી તરફથી કોરોના ગાઈડલાઈન સાથે સંબંધિત પત્ર જાહેર થયા બાદ ઘણી કડકાઈ જોવા મળી. ઉડ્ડયન કંપનીઓએ પોતાના કાઉન્ટરો પણ સેનેટાઈઝ રાખ્યા અને યાત્રીઓને માસ્ક પણ આપવામાં આવ્યા. એરપોર્ટ નિર્દેશક અર્યમા સાન્યાલએ જણાવ્યું કે મુખ્યાલયથી કોરોનાની ચોથી લહેરની સંભાવનાથી બચાવ માટે નવી ગાઈડલાઈન આવી છે, જેને મંગળવારથી લાગુ કરવામાં આવશે. આગળ પણ આ બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવશે.