બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad theft vehicle police complaint

સાવધાન / શું તમારૂં વાહન ચોરાઈ ગયું છે? તો કંઈપણ કરતાં પહેલા આ વાંચી લો

Gayatri

Last Updated: 04:30 PM, 11 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારું વાહન ચોરાય તો તરત પોલીસ ફરિયાદ કરજો, નહીં તો તમે ચોરી, લૂંટ, દારૂની ખેપ મારવા જેવા અનેક ગંભીર ગુનામાં ફસાઇ શકો છે. નવા વર્ષની શરૂઆતથી જ શહેરમાં ચોરી, લૂંટના જે બનાવ બન્યા છે તેમાં લૂંટારુ ટોળકીઓએ ચોરીનાં વાહનોનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેથી જ્યારે પણ તમારું વાહન ચોરાય ત્યારે તરત જ પોલીસને જાણ કરી દેવી ‌હિતાવહ છે.

  • લૂંટારુઓ ચોરીનાં બાઇક લઈ ઘટનાને અંજામ આપે છે 
  • પ્રકાશ મોદીએ પ્રતિકાર કરતાં લૂંટારુએ તેમને માર પણ માર્યો
  • લૂંટારુઓ પૈસા ઝૂંટવીને ભાગ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું

શહેરમાં રોજબરોજ સંખ્યાબંધ વાહનોની ચોરી થાય છે, જેમાં કેટલીક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધાતી નથી, જ્યારે કેટલીક ફરિયાદો મોડી નોંધાય છે, જેનો સીધો ફાયદો ચોરી કરનાર ગેંગ ઉઠાવે છે. નિર્દોષ લોકો પોલીસના સકંજામાં આવી જાય અને લૂંટારુઓ લૂંટેલો માલ લઇ નાસી જાય તે રીતનો પ્લાન ઘડીને ઠક્કરબાપાનગર અને નિકોલની લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સિવાય ન્યૂ રાણીપમાં થયેલ ૪પ લાખ રૂપિયાની ચોરીના કેસમાં ચોરેલા બાઇકનો ઉપયોગ કર્યો હતો. 

પ્રકાશ મોદીએ પ્રતિકાર કરતાં લૂંટારુએ તેમને માર પણ માર્યો

રવિવારે મોડી રાતે નિકોલ વિસ્તારના ઉમિયાચોકમાં આવેલા વિરલ ગોલ્ડ પેલેસમાં લૂંટની ઘટના બની હતી. જ્વેલર્સ માલિક પ્રકાશ મોદી દુકાન બંધ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા તે દરમિયાન ચાર લુંટારુ દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને લૂંટ ચલાવવાનું શરૂ કર્યું હતું, જોકે પ્રકાશ મોદીએ પ્રતિકાર કરતાં લૂંટારુએ તેમને માર પણ માર્યો હતો. લૂંટારુઓ અંદા‌િજત રૂપિયા ર.પ લાખ રોકડા તેમજ ચાર લાખની આસપાસના સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.

લૂંટારુઓ પૈસા ઝૂંટવીને ભાગ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું

જ્યારે શનિવારના રોજ ઠક્કરબાપાનગર બ્રિજ પાસે આવેલ પાન-મસાલાના હોલસેલ વેપારી ગાયત્રી ટ્રેડર્સમાં ત્રણ વાગ્યાની આસપાસ લૂંટારુઓ આવ્યા હતા અને હિન્દીમાં વેપારી પાસે રૂપિયાની માગણી કરી હતી, જોકે વેપારી જ્યારે કાઉન્ટરમાંથી રૂપિયા કાઢી ગણતરી કરી રહ્યા હતા તે દરમિયાન લૂંટારુઓ પૈસા ઝૂંટવીને ભાગ્યા હતા અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. 

બાઇકને ‌બિનવારસી મૂકી જતા રહેતા હતા

શનિવાર અને રવિવારના રોજ થયેલ લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં તેમણે કબૂલાત કરી છે કે બંને લૂંટમાં તેમણે ચોરીનાં બાઇકનો ઉપયોગ કર્યો છે. લૂંટ કરવાની હોય તે દિવસે તેઓ બાઇકની ચોરી કરતા હતા અને લૂંટ થઇ ગયા બાદ બાઇકને ‌બિનવારસી મૂકી જતા રહેતા હતા. 

લૂંટારુ ગેંગે તે જ દિવસે બાઇકની ચોરી કરી હતી

સીસીટીવી ફૂટેજ મુજબ લૂંટમાં જે બાઇકનો ઉપયોગ થયો હતો તે બાઇક મા‌િલકની પોલીસે અટકાયત કરી હતી અને તે લૂંટનો ભોગ બનેલા લોકોને બતાવ્યા હતા. લૂંટનો ભોગ બનેલા લોકોએ તેમને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો ત્યારબાદ પોલીસને જાણ થઇ હતી કે લૂંટારુ ગેંગે તે જ દિવસે બાઇકની ચોરી કરી હતી. 

દારૂની ખેપ મારવામાં પણ બુટલેગરો ચોરેલાં વાહનોનો ઉપયોગ કરે છે

જો બાઇકચાલકે તરત જ પોલીસ ફરિયાદ કરી હોત તો પોલીસે તેમની અટકાયત કરી ના હોત. આ સિવાય ન્યૂ રાણીપમાં થયેલી ૪પ લાખ રૂપિયાની ચોરીના ચકચારી કેસનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તેમાં પણ ચોરે ચોરીના બાઇકનો ઉપયોગ કર્યો છે. બાઇક ચોરી લીધા બાદ ગુનેગારો તેને વેંચી દેવાની જગ્યાએ ગુના કરવામાં તેનો ઉપયોગ કરે છે. દારૂની ખેપ મારવામાં પણ બુટલેગરો ચોરેલાં વાહનોનો ઉપયોગ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ