બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Police Commissioner issued guidelines and instructed the police personnel

કાર્યવાહી / એરપોર્ટથી આવતા મુસાફરોને પડતી હાલાંકી મુદ્દે અમદાવાદ પોલીસ કમિશનર એક્શનમાં, આપ્યો નિયમિત નાઈટ પેટ્રોલિંગનો ઓર્ડર

Malay

Last Updated: 09:35 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ પોલીસ કમિશનરે માર્ગદર્શિકા બહાર પાડી પોલીસ અધિકારી/કર્મચારીઓને આપી કેટલીક સૂચનાઓ, જો કોઈ આ સૂચનાનો ભંગ કરશે તો તેઓની વિરુદ્ધ ભરાશે શિક્ષાત્મક પગલા.

  • હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં
  • અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડી માર્ગદર્શિકા
  • સૂચનાની કડક અમલવારી કરવા આપ્યા નિર્દેશ 

Ahmedabad News: અમદાવાદ પોલીસકર્મીઓના તોડકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ કોસ્ટેબલ કે કર્મચારીએ ફરજ દરમિયાન વર્દી પહેરવી ફરજિયાત છે. પોલીસ કર્મચારી વર્દી સાથે જ ફરજ સ્થળે હોવા જોઇએ. આ સાથે જ પોલીસકર્મીએ વર્દી સાથે નેમ પ્લેટ પણ રાખવી ફરજિયાત છે. હાઇકોર્ટના કડક આદેશ બાદ હવે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં પોલીસ કમિશનરે સૂચનાની કડક અમલવારી કરવા નિર્દેશ આપ્યા છે.

15 જ દિવસમાં અમદાવાદમાં ટ્રાફિકના 9612 કેસ નોંધાયા, 5 હજાર વાહનો જપ્ત  કરાયા, જાણો કેટલાં લાખનો દંડ વસૂલાયો | Police in active mode after 9 people  died in an accident on ...

નાયબ પોલીસ કમિશનરે નિયમિત નાઈટ પેટ્રોલિંગ કરવાની સૂચના
અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા રોડ ઉપર આવેલા પોઈન્ટ તેમજ ગુજરાત રાજ્યના અન્ય વિસ્તારમાં જવા અંગેના એસ.પી રિંગ રોડ, એસ.જી હાઈવે, રિવરફ્રન્ટ, આશ્રમ રોડ વગેરે રોડ ઉપર આવેલ પોલીસ પોઈન્ટ, હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીઓને અચૂક ચેક કરવા અને વાહન ચેકિંગ દરમિયાન વિદેશ નાગરિકો/વિદેશ પ્રવાસથી આવેલા નાગરિકો સાથે સભ્યતાપૂર્વક વર્તન રાખવામાં આવે તે અંગે જરૂરી બ્રિફિંગ કરવું.

હોમગાર્ડ પોઈન્ટના કર્મચારીઓને અચૂક ચેક કરવાની સૂચના
આ ઉપરાંત માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જોએ પો.સ્ટે ખાતે રોલ કોલ રાખી તમામ પોલીસ કર્મચારી તથા હોમગાર્ડ જવાનો નાગરિકો સાથે સભ્ય વર્તન રાખે તે સારુ કડક સૂચના આપવી. સાથે જ નાઈટ રાઉન્ડ ફરજ દરમિયાન તમામ પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનો નિયત યુનિફોર્મમાં પોતાની નેઈમ પ્લેટ સાથે જ હોવા જોઈએ. તો કોઈ નિયમોનો ભંગ કરશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલા ભરાશે. 

3 પોલીસકર્મીઓએ તોડ કર્યાનું સરકારે HCમાં સ્વીકાર્યુ
અત્રે ઉલ્લેખીય છે કે, અમદાવાદ એરપોર્ટથી આવી રહેલા દંપતી પાસેથી 2 ટ્રાફિક પોલીસ અને એક TRB જવાને 60 હજાર રૂપિયાનો તોડ કર્યો હોવાનું સરકારે ગુજરાત હાઇકોર્ટમાં સ્વીકાર્યુ હતું. સરકારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ પોલીસકર્મીઓએ તોડ કર્યાના પુરાવા મળ્યા છે. ઓગણજ ટોલ બુથના CCTVમાં પુરાવા મળ્યા છે. જેથી 2 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે એકને નોકરીમાંથી બરતરફ કરાયો છે. 

Big news regarding the violation of policemen on S.G.Highway in Ahmedabad

હાઇકોર્ટે કરી હતી આ ટકોર
સરકારે કહ્યું હતું કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ