બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Crime Branch Shahibaug Post Office Parcel Ketamine drugs

હેરાફેરી / 2.95 કરોડના ડ્રગ્સનું પાર્સલ ગુજરાતથી USA પહોંચે તે પહેલા જ અમદાવાદની પોસ્ટ ઓફિસથી પકડાયું, સોનુ ગોયલની ધરપકડ

Vishnu

Last Updated: 08:40 PM, 14 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન થી અમદાવાદ થઈ USA પહોંચાડવાનો હતો ડ્રગ્સનો જથ્થો, ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમનું જોઈન્ટ ઓપરેશન

  • ગુજરાતમાંથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ઝડપાયું ડ્રગ્સ
  • કરોડો રૂપિયાનું કેટામાઈન ડ્રગ્સ ક્રાઇમ બ્રાંચે પકડયુ
  • પાર્સલમાં મરીમસાલા ની આડમાં ડ્રગ્સની થઈ રહી હતી હેરાફેરી

ભારતમાંથી વિદેશમાં ડ્રગ્સના પાર્સલ થકી થતી હેરાફેરીનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે જોઇન્ટ ઓપરેશનથી રૂ. 3 કરોડથી વધુનો કેટામાઈન હાઇડ્રો ક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી કબજે કર્યું છે. આ મામલે એક ઓરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.  ત્યારે ફરી એક વખત મોટા પ્રમાણમાં થતી ડ્રગ્સની હેરાફેરી અટકી છે.

ક્રાઇમ બ્રાન્ચે જે ડ્રગ્સ કબ્જે કર્યું છે તે કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ છે. આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમાં થતો હોય છે.સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાત માંથી હેરાફેરી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પહેલીવાર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં  કેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ જથ્થો પકડાયો છે.શહેર ક્રાઇમ બ્રાંચને એક બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ વિભાગ જોઈન્ટ ઓપરેશન હાથ ધરી અમદાવાદમાંથી 2.95 કરોડ રૂપિયાનું ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે.

કેવી રીતે ડ્રગ્સ ઝડપ્યું?
ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ હકીકત મળી હતી કે ડ્રગ્સની હેરાફેરી કસ્ટમના પાર્સલ થકી થાય છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલ કસ્ટમ વિભાગના અધિકારીઓને જાણકારી હોલ્ટ કરાવ્યું હતું અને કસ્ટમ ફોરેન પોસ્ટ શાહીબાગ ઓફિસ ખાતે તપાસ કરતા કોસ્મેટિક સાધનો, મરી મસાલા અને કપડાની આડમાં ડ્રગ્સની હેરાફેરી થતું હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં આ પાર્સલ માં ચૂર્ણના 2 પ્લાસ્ટિકના ડબ્બા જેનું વજન 590 ગ્રામ જેટલું હતું તેની પર શંકા જતા FSLમાં તેનું પૃથ્થકરણ પણ ક્રાઇમ બ્રાન્ચે કરાવ્યું. જે અંગે FSLના પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું કે આ ડ્રગ્સ કેટામાઈન હાઇડ્રોક્લોરાઇડ છે.જે ડ્રગ્સ રાજસ્થાન પુષ્કરમાંથી સોનુ ગોયલ નામના શખ્સે પાર્સલ મોકલ્યું હતું.જે નવસારી થી USA મોકલવાનું હતું.પરતું ક્રાઇમ બ્રાંચની ટીમને આ અંગે માહિતી મળતા પાર્સલને અટકાવી કસ્ટમના અધિકારીને ડ્રગ્સ હોવાની માહિતીથી વાકેફ કરી તપાસ શરૂ કરી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
ક્રાઇમ બ્રાંચની ટીમે ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની પકડી લઈ ડ્રગ્સ માફિયાઓ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.ત્યારે પ્રાથમિક તપાસમાં પાર્સલ થકી અનેક વખત ડ્રગ્સ વિદેશ પહોંચ્યું હોવાની આશંકા છે જે દિશામ ક્રાઇમ બ્રાંચે અગાઉ ગયેલા પાર્સલના ડેટાના આધારે તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાથી ભારતમાંથી વિદેશમાં મોકલાતા માદક પદાર્થના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ