બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / ahmedabad crime branch finds 100 crore scam of ration grains in surat, accused bunty Absconding

કૌભાંડ / સુરતમાં 100 કરોડ અનાજ કૌભાંડમાં મોટો ખુલાસો, ફરાર આરોપીના મોબાઈલમાં મળ્યું એવું કે જાણીને ચોંકી જશો

Shyam

Last Updated: 02:54 PM, 29 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરીબોના કોળિયાનો કાળો કારોબાર, સરકારી અનાજને બારોબાર વેચી 100 કરોડનો લગાવ્યો ચૂનો, મુખ્ય આરોપી બંટી પોલીસ પક્કડથી દૂર..! તમારો ડેટા ચોરી કરી કૌભાંડીઓ આચર્યું મસમોટું કૌભાંડ

  • સરકારી અનાજને બારોબાર   કર્યું ચાઉ
  • કામરેજના બંટી નામના   યુવાનનું 100 કરોડનું કારસ્તાન 
  • એક એન્ટ્રીના 40 રૂપિયાના ભાવે ડેટાનું થાય છે વેચાણ
  • રાશન ન લેતા લોકોના ડેટા વેચીને અનાજને ઉપાડાય છે

ચેતજો..તમારી ઓળખનો કોણ ઉપયોગ કરી રહ્યું છે
સુરતની સૂરત તો બગડી જ ચૂકી છે. સરેઆમ હત્યાઓ, લૂંટફાટ બાદ હવે સરકારી અનાજ એટલે કે ગરીબોના કોળિયા પર કૌભાંડીઓની નજર પડી છે. સુરતનો કામરેજ વિસ્તાર આ સમગ્ર ભાંડા ફોડનું એપીસેન્ટર મનાઈ રહ્યું છે... હજારો લોકોની ઓળખાણને ચોરી,   સરકારી અનાજને બારોબાર ઉપાડી લઈ. લગભગ 100 કરોડના કૌભાંડને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.

કઈ રીતે આચર્યું કૌભાંડ?
સુરતના કામરેજમાં રહેતા   બંટી નામના યુવકનું આ કારસ્તાન હોવાનું સામે આવ્યું છે. વન નેશન વન કાર્ડ યોજનામાં સામેલ ગરીબ લોકોને સસ્તું સરકારી અનાજ મળે છે. અને આ મોકાનો લાભ ઉઠાવી   આરોપી બંટી ટેકનોલોજી સાથે પોતાની લિંકનો ઉપયોગ કર્યો. અને એ માહિતીની ચોરી કરી કે કોણ આ સસ્તા અનાજનો લાભ લઈ રહ્યું નથી. બાદમાં પોતાના મોબાઈલ રહેલા સોફ્ટવેર મારફતે એક એન્ટ્રીના 40 રૂપિયાના ભાવે ડેટા વેચી સસ્તું અનાજ બારોબાર ચાઉ   કરી લેવાયું. જેમાં અનાજ ન લેતા લોકોના ડેટાની ચોરી કરવામાં આવી. તેની પાસે રહેલા સોફટવેરમાં હજારો લોકોના ડેટાની માહિતી હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
અમદાવાદ ક્રાઇમ બ્રાંચને   રડારમાં આવી ચૂકેલા બંટીના આ કૌભાંડને ઉજાગર કરવામાં મોટી સફળતા મળી છે પંરંતુ આ ડેટા, આરોપી બંટીને કોણે આપ્યો અને કઈ રીતે આ કૌભાંડને આચરવામાં આવ્યું તેની તપાસ ફરાર બંટી પોલીસના ઝબ્બે થશે ત્યારે મળશે. હાલ તો ક્રાઇમ બ્રાંચ સસ્તા અનાજના સૌદાગરને પકડી પાડવા અને કોણ કોણ કૌભાંડમાં સામેલ છે તેના પરથી પડદો ઉઠાવવા મથી રહી છે. પણ ન   જાણે હજુ કેટલાય આવા કૌભાંડીઑ હશે જે આડકતરી રીતે ગરીબોના હક્ક પર તરાપ મારતા હશે જેના પર તવાઈ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ