બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ahmedabad crime bramce pc on Recruitment scam

ખુલાસો / PSI,લોકરક્ષક દળની ભરતી માટે 5થી10 લાખ રુપિયા લેવાતા, આરોપીઓને લઈને અમદાવાદ ક્રાઇમબ્રાંચે જુઓ શું કર્યો ખુલાસો

Khyati

Last Updated: 03:40 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમ્પિટેટીવ પરીક્ષાના પ્રશ્નપત્ર આપવાના બહાને ઠગાઈ કરનાર શખ્સો મૂળ રાજસ્થાનના,અન્ય 2 આરોપીઓ વૉન્ટેડ જાહેર

  • દહેગામમાં ટ્રેનિંગ એકેડમીમાં ક્રાઈમબ્રાંચના દરોડા, 3ની ધરપકડ
  • આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
  • તલાટી, કોન્સ્ટેબલ,પીએસઆઈની પરીક્ષામા ભરતી માટે પૈસા લેતા

રાજ્યમાં સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ અને કૌભાંડોના અનેક બનાવો બની ચૂક્યા છે. ચાલુ પરીક્ષાએ ચોરી કરાવવી, પેપર ફરતા થવા સહિતના અનેક અનિચ્છનીય બનાવો સામે આવ્યા છે ત્યારે ભરતી પરીક્ષામાં ઠગાઇ કરવા મામલે ક્રાઇમબ્રાંચે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે.  ગાંધીનગરના દહેગામમાં ટ્રેનિંગ એકેડમીમાં ક્રાઈમબ્રાંચે દરોડા પાડીને ઠગાઈને પર્દાફાશ કર્યો હતો. જે મામલે ત્રણ આરોપીને જેલ ભેગા કરાયા હતા.  આ મામલે ક્રાઇમ બ્રાંચે પત્રકાર પરિષદ યોજીને ઠગાઇનું ષડયંત્ર ઉઘાડુ પાડ્યુ. 

આરોપીઓ મૂળ રાજસ્થાનના 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીરસિંહે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતું કે રાજસ્થાનના શખ્સો સરકારી ભરતીના નામે પૈસા ઉઘરાવતા હતા. આ મામલે  દાહોદ SPને માહિતી મળી હતી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ તપાસમાં લાગી હતી. ઝડપાયેલા 3 આરોપી પૈકી રવિસિંગની પૂછપરછ કરતા પોલીસને ડોક્યુમેન્ટ મળ્યા હતા.  જ્યારે પોલીસને હરીશ પાસેથી પણ ભરતીના ફોર્મ મળ્યા હતા. મહત્વનું છે કે હરીશ પ્રજાપતિ એ મૂળ રાજસ્થાનનો છે તે દહેગામમાં ટ્રેનિંગ અકેડમી ચલાવે છે. તે ઉમેદવારો પાસેથી પૈસા લઇને ફોર્મ ભરાવતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે.

કેવી રીતે ખંખેરતા પૈસા ?

ક્રાઇમબ્રાંચને આરોપીઓ પાસેથી ફિઝિકલ ટેસ્ટ પાસના સિક્કા પણ મળી આવ્યા હતા. વળી 10 લોકોના ફોર્મ ભર્યા વિના જ આ સિક્કા લગાવીને આપી દીધા હતા. કોલ લેટર પર ફિઝિકલ ટેસ્ટ પાસના સિક્કા લગાવીને પૈસા પડાવતા હતા. આવી રીતે કુલ 81 ઉમેદવારો પાસેથી આ આરોપીઓએ પૈસા ખંખેર્યા હતા.

2 આરોપીને ક્રાઈમબ્રાંચે વોન્ટેડ જાહેર કર્યા

આ ત્રણેય શખ્સો સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો આપવાના બહાને  લોકો પાસેથી પૈસા પડાવતા હતા. વળી હરીશ પ્રજાપતિએ તો પોતે પીએસઆઇ છે તેવી ઓળખ પણ આપતો, આ માટે તેણે PSIનું બોગસ આઈકાર્ડ પણ બનાવ્યુ હતું.  ઉમેદાવારોને પોતાની જાળમાં ફસાવવા માટે પુરવિંદર અને શાહરુખ નામના બે શખ્સો પણ રાખ્યા હતા જેઓ અન્ય રાજ્યોમાંથી ઉમેદવારો લાવી આવતા. આ બંને શખ્સોને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચે બંનેને વૉન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. 

 'PSIનું બોગસ આઈકાર્ડ બનાવ્યુ હતું '

પરીક્ષા પાસ કરાવવા માટે પૈસાની વાત કરીએ તો પીએસઆઇ માટે 10 લાખ રુપિયા,લોકરક્ષક દળ માટે 5 લાખ રૂપિયા પડાવતા હતા. આ મામલે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા  હરીશ પ્રજાપતિ, રવિપ્રતાપસિંગ અને પૂજા ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનુ છે કે પૂજા ઠાકોર નામની મહીલા એકેડમીમા કામ કરતી હતી.

 

ક્રાઇમબ્રાંચે પાડ્યા હતા દરોડા

ગાંધીનગરના દહેગામમાં ટ્રેનિંગ એકેડમીમાં ક્રાઈમબ્રાંચે દરોડા પાડીને ઠગાઈને પર્દાફાશ કર્યો હતો.. કોમ્પિટેટીવ પરીક્ષાના પ્રશ્નપત્ર આપવાના બહાને ઠગાઈ કરનાર 3 આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી લીધા હતા... આરોપીઓએ અંદાજે 100થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી હતી.. આરોપીઓ અલગ અલગ ભરતી પરીક્ષાના પેપર લાવી આપવાના બહાને વિદ્યારથીઓ સાથે ઠગાઈ કરતા હતા.. આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચે દરોડા પાડ્યા અને 3 આરોપીને ઝડપીને જેલ હવાલે કર્યા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ