બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Agriculture Minister Raghavji Patel's statement in VTV Mahamanthan on Nilgai issue

મહામંથન / નીલગાયના ત્રાસથી ખેડૂતોને મુક્તિ ક્યારે? નુકસાની વળતર મામલે કૃષિમંત્રી રાઘવજીએ આપ્યું મહત્વનું નિવેદન, રાહતની આશ નહીં

Dinesh

Last Updated: 10:43 PM, 10 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નીલગાયનો ત્રાસ; જે મુદ્દે VTVના મહામંથનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ કહ્યું કે, સરકારે બે યોજના દાખલ કરી છે જેમાં એક કાંટાળા તારની વાડની યોજના અને બીજી સોલાર ઝાટકા તારની યોજના છે.

  • રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નીલગાયનો ત્રાસ
  • નીલગાય મુદ્દે VTVના મહામંથનમાં કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
  • 'કાંટાળા તારની વાડ, સોલાર ઝાટકા તારની યોજનાનો લાભ લે' 


રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નીલગાયનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે જેના પગલે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થઇ રહ્યુ છે.  બોટાદ, બનાસકાંઠા, સાંબરકાંઠા સહિતના જિલ્લાઓમાં નીલગાયનો ત્રાસ વધી રહ્યો છે. જેથી સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. જે બાબતે VTVએ મહામંથનમાં કૃષિમંત્રી સાથે ખાસ વાતચીત કરી છે. જુઓ મહામંથન...

નીલગાય મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના ઉભા પાકને જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા ખૂબ નુકસાન કરવામાં આવે છે, ઉભા પાકમાં થતું આ નુકસાન અટકાવવા માટે રાજ્ય સરકારે ગંભીરતા પૂર્વક પ્રયત્નો હાથ ધર્યો છે. તેમણે કહ્યું કે, જે માટે સરકારે બે યોજના દાખલ કરી છે જેમાં એક કાંટાળા તારની વાડની યોજના અને બીજી સોલાર ઝાટકા તારની યોજના છે. આ મારફતે ખેડૂતો ખેતીના પાકને નુકસાન થતો અટકાવી શકે છે. તેમણે ઉમેર્યું કે, આ પ્રશ્ન ગંભીર છે, કારણ કે, રોઝ અને ભૂંડની દિન-પ્રતિદિન સંખ્યા વધી રહી છે. 

કાંટાળી તાર અને સોલાર ઝાટકા તાર યોજના
કૃષિમંત્રીએ કહ્યું કે, ખેડૂતોના ઉભા પાકના નુકાસનને અટકાવવા માટે કાંટાળી તાર અને સોલાર ઝાટકા તાર આ બંન્ને યોજના અમલમાં છે તેમજ આ બંન્ને યોજનાનો લાભ લઈ પાકને નુકસાન થતો અટકાવી શકાય તેમ છે તેમણે જણાવ્યું કે, બીજા કોઈ વળતર માટે હાલમાં કોઈ રાજ્ય સરકારની વિચારણા નથી.

બોટાદમાં નીલગાયથી ખેડૂતો પરેશાન
બોટાદના  શિરવાણીયા, ઢાકણીયા, રંગપર, તુરખા, હળદર ,ભદ્રાવડી, નાવડા, ધુરફણીયા, ઉગામેડી  સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીલગાયનો રોજનો ખુબજ ત્રાસ છે જેથી ખેડુતો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે. 

સાબરકાંઠામાં જંગલી ડુક્કર અને નીલગાયનો આતંક
સાબરકાંઠામાં જંગલી ડુક્કર અને નીલગાયનો આતંક જોવા મળી રહ્યો છે. જગતનો તાત જંગલી ડુક્કર અને નીલગાયના ત્રાસથી રાત્રે ઉજાગરા કરવા મજબૂર બન્યો છે. સાબરકાંઠામાં જંગલી ડુક્કર અને નીલગાયના આંતકથી ખેડૂતો પણ પોતાને સુરક્ષિત મહેસુસ કરી રહ્યાં નથી. થોડા સમય પહેલાં વડાલીના રામપુર વાસણામાં જંગલી ડુક્કરે ખેડૂત પર જીવલેણ હુમલો કર્યો હતો. જે ડુક્કરના હુમલામાં 3 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા હતા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ