સંશોધનના પરિણામોમાં જાણવા મળ્યું છે કે ગયા વર્ષે 10 થી 11 વર્ષના બાળકોએ સપ્તાહમાં સરેરાશ 56 મિનિટની શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જે કોરોના પહેલા 8 મિનિટ વધુ હતો.
કોરોના બાદ બાળકોમાં શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો
10 થી 11 વર્ષની વયના બાળકો પર સંશોધન કરાયું
બાળકોની શારીરિક પ્રવૃત્તિ 13 ટકા જેટલી ઘટી.
કોરોના બાદ બાળકોમાં શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો
લોકડાઉનમાં લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવામાં આવ્યા ત્યાં સુધીમાં બાળકોમાં શારીરિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. યુકેની યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલની આગેવાનીમાં તાજેતરના સંશોધનમાં આ હકીકત સામે આવી છે. ઇન્ટરનેશનલ જર્નલ ઑફ બિહેવિયરલ ન્યુટ્રિશન એન્ડ ફિઝિકલ એક્ટિવિટીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, 2021ના અંત સુધીમાં, રાષ્ટ્રીય માર્ગદર્શિકા અનુસાર માત્ર 36% બાળકો જ શારીરિક રીતે સક્રિય હતા.
10 થી 11 વર્ષની વયના બાળકો પર સંશોધન કરવામાં આવ્યું હતું.
સંશોધનના પરિણામોમાં જાણવા મળ્યું છે કે, ગયા વર્ષે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં, 10 થી 11 વર્ષની વયના બાળકોએ અઠવાડિયાના કામકાજના દિવસોમાં સરેરાશ 56 મિનિટની શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો, જેની સરખામણીએ આરોગ્ય એજન્સીઓ દ્વારા ઓછામાં ઓછા એક કલાકની ભલામણ કરવામાં આવેલી છે. જેની સરખામણીમાં, મહામારી પહેલા, આ વય જૂથના બાળકો સરેરાશ 8 મિનિટ વધુ શારીરિક રીતે સક્રિય હતા.
બાળકોની શારીરિક પ્રવૃત્તિ 13 ટકા જેટલી ઘટી.
સંશોધનમાં જણાવાયું છે કે, આ સમયગાળા દરમિયાન, બાળકો દરરોજ સરેરાશ 25 મિનિટ વધુ નિષ્ક્રિય બેઠા હતા, જે મહામારી પહેલા કરતા વધુ છે. આ સંશોધનમાં 23 શાળાઓના 393 બાળકો અને તેમના વાલીઓ સામેલ હતા.