બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / After Manmohan Singh Rahul Gandhi also supported the Modi government on this issue

આવકાર / મનમોહન સિંહ બાદ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દા પર મોદી સરકારનું કર્યું સમર્થન, કહ્યું મને નથી લાગતું કે વિપક્ષના વિચાર અલગ હોઈ શકે

Kishor

Last Updated: 06:03 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેલ્જિયમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં રાહુલે મોદી સરકારના એક એક નિર્ણયનું સમર્થન કર્યું હતું. આવો છે સમગ્ર મામલો!

  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ યુરોપના પ્રવાસે 
  • રાહુલે મોદી સરકારના નિર્ણયનું સમર્થન કર્યું

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ યુરોપના પ્રવાસે છે. બેલ્જિયમમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં રાહુલે મોદી સરકારના એક એક નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેઓએ કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધ પર ભારત સરકારના નિર્ણયથી વિપક્ષ સહમત છે. ઉલ્લેખનીય છે કે આવી ખુબ જ ઓછી ઘટના જોવા મળી છે કે રાહુલ ગાંધી સહિત વિપક્ષ મોદી સરકારના નિર્ણયને સહકાર આપ્યો હોય. 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે - મને લાગે છે કે વિપક્ષ, રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ મામલે વર્તમાન સ્થિતિથી સહમત હશે. રશિયાની સાથે આપણા સંબંધ છે. મને નથી લાગતું કે વિપક્ષનો સરકાર વર્તમાનમાં જે કરી રહી છે તેનાથી કોઇ અલગ વિચાર હોય. 

 

વિપક્ષનના નેતાને આમંત્રણ ન મોકલવાનો નિર્ણય લીધો છે....

દિલ્હીમાં જી20 શિખર સમ્મેલનમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ ન પાઠવવા અંગેના સવાલ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે - તેઓએ વિપક્ષનના નેતાને આમંત્રણ ન મોકલવાનો નિર્ણય લીધો છે. જે કંઇક સૂચવે છે. જે સૂચવે છે કે તેઓ ભારતની 60 ટકા વસ્તીના નેતાને મહત્વ નથી આપતાં. આ અંગે લોકોએ વિચાર કરવાની જરૂર છે. આવું તેઓએ કેમ કર્યું હશે, તેની પાછળ શું કારણ છે ?


હું પણ રશિયાને એવી રીતે જ જવાબ આપત જે રીતે ભાજપે આપ્યો હતો

આ પહેલા જૂન મહિનામાં પણ રશિયા-યુક્રેન યુદ્ધ પર રાહુલ ગાંધીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્ર સરકારના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેઓએ વોશિંગ્ટનમમાં નેશનલ પ્રેસ ક્લબમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ પણ આ મુદ્દે મારી જેમ જ પ્રતિક્રિયા આપી હોત. હું પણ રશિયાને એવી રીતે જ જવાબ આપત જે રીતે ભાજપે આપ્યો હતો. આ મામલે કોંગ્રેસની નીતિ પણ આ પ્રકારની હોત.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ