બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / After a century of petrol-diesel, it is the turn of motorists who switched to CNG to repent

મોંઘવારી / CNG કીટના વેચાણમાં ઘટાડો, પેટ્રોલ-ડીઝલની સદી બાદ CNG તરફ વળેલા વાહનચાલકોને આવ્યો પસ્તાવાનો વારો

Priyakant

Last Updated: 05:23 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતી, CNG ગેસમાં સતત ભાવવધારા વચ્ચે CNG ગેસના વેચાણમાં પણ 5થી 7 ટકાનો ઘટાડો

  • CNGમાં સતત ભાવવધારાને લઈ CNG કીટના વેચાણમાં ઘટાડો
  • પેટ્રોલ-ડીઝલની સદી બાદ CNG તરફ વળેલા વાહનચાલકો મૂંઝવણમાં
  • CNG પંપ પર CNGના વેચાણમાં પણ 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે

દેશમાં મોંઘવારી સતત વધી રહીં છે તેવામાં સામાન્ય અને ગરીબ વર્ગના લોકો માટે એક સાંધે ત્યા તેર તૂટે જેવી સ્થિતી ઉભી થઇ છે. કોરોનાકાળ બાદ પેટ્રોલ-ડીઝલમાં સતત ભાવ વધારાને પગલે મોટાભાગના વાહનચાલકો CNG તરફ વળ્યા હતા પરંતુ, વર્ષ 2022ની શરૂઆતથી જ CNG ગેસમાં સતત થઇ રહેલા ભાવ વધારાથી CNG ફિટ કરાવનાર વાહનચાલકોને પસ્તાવાનો વારો આવ્યો છે. છેલ્લા 1 વર્ષમાં CNG ગેસમાં પ્રતિ કિલોએ 30 રૂપિયા જેવો વધારો થવાથી હવે વાહનોમાં CNG કીટ ફીટ કરાવનાર વાહનચાલકોની સંખ્યામાં તો ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે CNG ગેસના વેચાણમાં પણ 5થી 7 ટકાનો ઘટાડો પંપ માલિકોએ સહન કરવો પડી રહ્યો છે.

6 ઓગસ્ટ 2021ના CNG ગેસનો ભાવ રૂ.56.30 રૂપિયા હતો

આજથી 1 વર્ષ પહેલા એટલે કે, 6 ઓગસ્ટ 2021ના CNG ગેસનો ભાવ રૂ.56.30 રૂપિયા હતો જે આજે રૂ.87.38 થતા એક વર્ષમાં CNG ગેસના ભાવમાં કિલો દીઠ રૂ.30થી વધુનો વધારો નોંધાયો છે. વર્ષ 2022ની શરૂઆતમાં CNG ગેસનો ભાવ 70.09 રૂપિયા પ્રતિ કિલો હતો જે આજે 8 મહિના બાદ રૂ.17ના વધારા સાથે 87.38 રૂપિયાએ પહોંચ્યો છે. CNG ગેસના ભાવ વધારાને લઇ અમદાવાદમાં લાખોની સંખ્યામાં CNGવાળા વાહનચાલકો તો પસ્તાઈ રહ્યા છે. તો વળી હવે નવી કાર ખરીદનાર પણ CNG કીટ ફીટ કરાવવાનો વિચાર નથી કરી રહ્યાં. અગાઉ મહીનામાં 70થી 90 CNG કીટ લગાવનાર વેપારી કહીં રહ્યાં છે કે, હવે મહિને 25 ગ્રાહકો પણ મળી નથી રહ્યાં.

કોઠારીયા ઓટોમોબાઇલના વાઇસ પ્રેસિડેન્ટે શું કહ્યું ? 

જોધપુર વિસ્તારમાં આવેલી કોઠારીયા ઓટોમોબાઇલના વાઇસ પ્રેસિડેન્ટ આનંદ શાહે જણાવ્યુ હતુ કે, વર્ષની શરૂઆત પહેલા CNG ગેસનો કિલો દીઠ ભાવ રૂ.54 આસપાસ હતો, એ સમયે તેઓ મહિને 80થી 90 જેટલા વાહનો CNGમાં કન્વર્ટ કરતા હતા. જ્યારે આજે CNG ગેસનો ભાવ રૂ.87એ પહોંચતા હવે મહિને 20થી 25 જેટલા વાહનો જ CNG ફીટ કરાવવા માટે આવે છે. CNG કીટ લગાવનાર વાહનચાલકોની સંખ્યા ઓછી થવાનું મુખ્ય કારણ આનંદ શાહ પેટ્રોલ અને CNGના ભાવ વચ્ચેનું અંતર માત્ર 8થી 9 રૂપિયા થવાનું માની રહ્યાં છે. પેટ્રોલ-CNG વચ્ચેના ભાવનું અંતર ઘટતા લોકો 40થી 50 હજારનો ખર્ચ કરી CNG કીટ ફીટ કરાવવાનું ટાળી રહ્યાં છે.

CNGના ભાવમાં વધારો છતાં ગ્રાહકો મજબૂર 

કોરોનાકાળ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ પ્રતિ લીટરે રૂ.100ને પાર પહોંચી ચુક્યા છે. હાલ દોઢ મહિના પહેલા જ સરકારે થોડી રાહત આપતા પેટ્રોલના ભાવ રૂ.100ની નીચે પહોંચ્યા છે. હાલ પેટ્રોલ-ડીઝલ અને CNG એક સ્ટેજે પહોંચી ચુક્યા હોવાથી વાહનચાલકો પાસે કોઇ વિકલ્પ બચ્યો નથી. ગ્રાહક જણાવી રહ્યાં છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ પહેલાથી જ વધી ચુક્યા છે અને હવે CNG ગેસના પણ ભાવ વધી રહ્યાં છે. આ બધી બાબતોની વચ્ચે વાહનચાલકોને મજબૂર થઇને પણ નાછુટકે CNG કીટો લગાવવી પડી રહીં છે.

શું કહેવું છે CNG પંપના મેનેજરનું ? 

CNG ગેસમાં ભાવ વધારાની અસર માત્ર CNG વાહનચાલકો અને કીટ ફીટ કરનાર વેપારીઓને જ નહીં પણ પંપ ચાલકોને પણ સીધી રીતે થઇ રહીં છે. જોધપુર ક્રોસ રોડ પરના આવેલા CNG પંપના મેનેજરે જણાવ્યુ હતુ કે, છેલ્લા 6 મહિનામાં 5થી 6 વખતનો વધારો થયો છે. પરંતુ હાલ સ્કૂલો અને બજાર ખુલતા ભાવ વધવા છતા CNGના વેચાણમાં ઘટાડો થયો નહોતો.  જોકે હમણા છેલ્લા 4 દિવસમાં 2 વખતના ભાવ વધારા બાદ CNGના વેચાણમાં 5% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. જુલાઇ મહિના સુધી રોજનું 5500થી 6 હજાર કિલો જેટલા ગેસનું વેચાણ થતુ હતુ. પરંતુ ઓગસ્ટ મહિનાના 6 દિવસમાં જ 2 વખતમાં 3.50 રૂપિયા જેવો ભાવ વધારો આવતા CNGનું વેચાણ ઘટીને 5 હજારથી 5500 કિલો જેટલુ થયુ છે.

નોંધનિય છે કે, કોરોનાકાળ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.100ને પાર થયા હતા. જેથી વાહનચાલકોનો ક્રેઝ CNG તરફ જોવા મળ્યો હતો પરંતુ, હવે CNG અને પેટ્રોલની વચ્ચે ભાવનું અંતર ઘટતા CNG કીટ ફીટ કરનાર વાહનચાલકોની સંખ્યા તો ઘટી જ છે. આ સાથે CNG પંપ પર CNGના વેચાણમાં પણ 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ