બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / મનોરંજન / Aditya Narayan Give Clarification To His 18 Thousand Rupees Saving Account Statement Says It Has Been Twisted

બોલિવૂડ / બેંકમાં 18000 રૂપિયા જ બચ્યાં હોવાના ન્યૂઝ પબ્લિશ થતાં ભડકયો આદિત્ય, કહ્યું મને પૂછ્યું પણ નથી

Noor

Last Updated: 10:53 AM, 16 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંગર અને ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. તેના અકાઉન્ટમાં 18 હજાર રૂપિયા જ બચ્યા હતા, તેણે એવું નિવેદન આપ્યું હતું. ત્યારે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાતચીતમાં આદિત્યએ આ વાત પર સ્પષ્ટતા કરી છે. આદિત્યનું કહેવું છે કે, તેના આ નિવેદનને ટ્વિસ્ટ કરવામાં આવ્યું છે. તેણે એક દાખલા તરીકે આ વાત એક મહિના પહેલાં કહી હતી.

  • આદિત્ય ન્યૂઝ પોર્ટલ પર ભડક્યો
  • તેને આર્થિક તંગી હોવાની વાત નકારી
  • આદિત્ય લગ્ન કરી રહ્યો છે અને તેની પાસે પૈસા જ નથી, આ વાત ખોટી છે

ઝૂમ ડિજિટલ સાથે વાતચીતમાં આદિત્યએ કહ્યું- મૈં અન્ય રીતે આ વાત કહી હતી અને તેને નેગેટિવ રીતે રજૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આદિત્ય લગ્ન કરી રહ્યો છે અને તેની પાસે પૈસા જ નથી. મૈં 'તેરે બગૈર' સોન્ગના પ્રમોશન દરમિયાન એક એન્ટરટેનમેન્ટ પોર્ટલને આ નિવેદન આપ્યું હતું. તેમણે મને પૂછ્યું હતું કે શું તમને યોગ્ય લાગે છે કે કોરોના મહામારીમાં સરકારે મોલ્સ, શૂટ અને ઓફિસ ખોલી દીધા. 

આદિત્યએ કહ્યું, મૈં આ વાત પર કહ્યું હતું કે હું આ અંગે મારો કોઈ પર્સનલ મંતવ્ય આપવા નથી માંગતો. આ 7-8 મહિનામાં હું આર્થિક રીતે ઘણું બધું જોઈ રહ્યો છે, કારણ કે મૈં જાન્યુઆરીમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. જેનું ડાઉન પેમેન્ટ મૈં આપી દીધું હતું. આપણે જ્યારે આપણે ઘર ખરીદીએ ત્યારે તેની ઈએમઆઈ ભરવામાં ખાતામાં બહુ ઓછાં પૈસા બચે છે. આ ઉપર નીચે થતું રહે છે. બધાં માટે આ મુશ્કેલ સમય છે. 

આદિત્યએ આગળ કહ્યું-હું લોકોને આ વાતથી મોટિવેટ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે જો તમારી લાઈફમાં આર્થિક કે ઈમોશનલ સ્ટ્રેસ છે તો ધીરજ રાખો. આખી દુનિયા પરેશાન છે. તેના માટે પ્લાન બી અપનાવો અને આ વાતને તોડી મરોડીને કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવી. હવે મારો પરિવાર અને મિત્રો મને ફોન કરીને પૂછી રહ્યાં છે કે તને મદદની જરૂર હોય તો અમે કરીશું. 

આદિત્યએ આ એન્ટરટેનમેન્ટ પોર્ટલ પર નિશાન સાધતા કહ્યું કે, હું ફેન્સ અને પબ્લિક સાથે કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો. બધાં એવું વિચારે છે કે અમારી લાઈફ સારી છે પરંતુ મૈં પણ ઘણી પરેશાનીઓ જોઈ છે. આપણે બધાં આ મહામારીના શિકાર થયા છે. જેથી કામ મળતું રહેશે ત્યાં સુધી લાઈફ ચાલશે નહીંતર બીજો કોઈ વિકલ્પ શોધીશું. સરકારે બધું ખોલીને સારું કર્યું, જો લોકો કામ નહીં કરે તો તેમનું ઘર કેવી રીતે ચાલશે. સામાન્ય વ્યક્તિ જ નહીં અમે પણ અમારા ઘરની લોન ભરી રહ્યાં છે. અમારા પર મહિનાના ખર્ચ હોય છે. 

આદિત્યએ કહ્યું, માત્ર હેડલાઈન્સ મળી જાય એટલે આ લોકો કંઈપણ લખે છે. જો આવું થયું તો વાત જ નહીં કરીએ. ત્યારે આ લોકો કહેશે કે એ તો અમારી સાથે વાત પણ નથી કરતો અને જ્યારે અમે દિલથી કોઈ વાત કરીએ છીએ તો તેને અલગ જ રીતે રજૂ કરવામાં આવે છે. મૈં એક મહિના પહેલાં જે ઈન્ટરવ્યૂ આપ્યું હતું, તેને તમે અત્યારે અલગ જ રીતે લોકોની સામે રજૂ કર્યું. કોઈએ પણ મને ફોન કરીને હકીકત જાણવાની કોશિશ ના કરી. હું વિનંતી કરું છું કે, જે વાત કહી જાય એ જ લોકો સામે રજૂ કરવામમાં આવે, તેમાં ઉમેરો કરીને કહેવામાં આવવી જોઈએ નહીં. હવે મારે આ પબ્લિકેશન સામે કંઈ કહેતા પહેલાં વિચાર કરવો પડશે,

તમને જણાવી દઈએ કે, આદિત્યનું એક નિવેદન વાયરલ થયું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેના સેવિંગ અકાઉન્ટમાં માત્ર 18 હજાર રૂપિયા જ બચ્યા છે અને તે આર્થિક તંગીથી પરેશાન છે. સર્વાઈવ કરવા માટે તેને પોતાની બાઈક પણ વેચવી પડી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ