બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Tunisha Sharma's mortal remains were brought to a crematorium ground for last rites

RIP / તુનિશાને આવ્યાં 'રામના તેડા', ચાહકોને રડતા મૂકીને ઉપડી અંતિમ સફરે, મુંબઈમાં અંતિમ સંસ્કાર

Hiralal

Last Updated: 04:22 PM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્માના આજે મુંબઈના મીરા રોડ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરી દેવાયા છે.

  • ટીવી એક્ટ્રેસ તુનિશાના કરાયા અંતિમ સંસ્કાર
  • ગઈ કાલે જેજે હોસ્પિટલમાં પાર્થિવ શરીર ઘેર લવાયું
  • પરિવારની હાજરીમાં અપાઈ અંતિમ વિદાય, રોઈ રોઈને બુરા હાલ

ટીવી એક્ટ્રેસ તુનિશા શર્મા હંમેશને માટે ચાહકોને અને પરિવારને નોંધારા મૂકીને ચાલી નીકળી છે. 24 ડિસેમ્બરે તુનિશાએ તેની ટીવી સિરિયલના શુટિંગ દરમિયાન મેકઅપ રુમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે પછી જેજે હોસ્પિટલમાં તેની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરાયું હતું ત્યાર બાદ ગઈકાલે તેના પરિવારને તેનું પાર્થિવ શરીર સોંપી દેવામાં આવ્યું હતું અને હવે તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. 

તુનિશાના સાથી કલાકારો પહોંચ્યા અંતિમ દર્શને
તુનિશાના સાથી કલાકરો તેના અંતિમ દર્શને પહોંચ્યાં હતા. સહુ કોઈ ખામૌશ હતું. દરેકની આંખમાં આંસુ હતા. 

શીઝાન ખાન કસ્ટડીમાં રડી પડ્યો

ખબર છે કે તુનિશાના આપઘાત કેસમાં પોલીસની કસ્ટડીમાં રહેલો શીઝાન ખાન તેના અંતિમ સંસ્કારના સમાચાર સાંભળીને રડી પડ્યો હતો. 

તુનિશાના અંતિમ સંસ્કારમાં પહોંચી માતા અને બહેન, ધ્રુસકે ધ્રુસકે રડી 
તુનિશાના અંતિમ સંસ્કારમાં આરોપી શીઝાન ખાનની માતા અને બહેનોએ આવી હતી. તુનિશાની ડેડબોડી જોઈને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. 

જવાન દીકરીની ડેડબોડી જોઈને મા બેભાન બની
જવાન દીકરી તુનિશાનું પાર્થિવ શરીર જોઈને તેની માતા બેભાન બની હતી. ત્યાં હાજર સૌ કોઈની આંખમાં આંસુ હતા અને બધાના મનમાં એક જ સવાલ હતો કે આટલી નાની ઉંમરે એવું તે શું દુખ આવી પડ્યું કે તેણે આવું અંતિમ પગલું ભરવું પડ્યું. 

24 ડિસેમ્બરે તુનિશાએ સીરિયલા સ્ટેજ પર કર્યો હતો આપઘાત
20 વર્ષીય તુનિશા શર્માએ તેની સીરિયલના શુટિંગ વખતે સ્ટેજ પર આપઘાત કરતા ચકચાર મચી હતી. તુનિશા આપઘાત કેસમાં પોલીસે તેના બોયફ્રેન્ડ શીઝાન ખાનની ધરપકડ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ