બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / abhinandan varthaman conferred with vir chakra know about all the chakras

સન્માન / જાણો શું છે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીર ચક્ર અને ક્યારે ક્યારે આપવામાં આવે છે

Krupa

Last Updated: 12:53 PM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને 27 ફેબ્રુઆરીએ બહાદુરીનું પ્રદર્શન કરતાં દુશ્મન દેશ પાકિસ્તાનના ફાઇટર જેટ એફ-16 જેટનો નાશ કર્યો. વિંગ કમાન્ડર તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે આજે એટલે કે 15 ઓગસ્ચે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. માત્ર ચાર અક્ષરથી લખેલું વીર ચક્ર બોલવા અને અને લખવામાં ખૂબ સરળ છે. પરંતુ એને પ્રાપ્ત કરવું ખૂબ અઘરું છે.

માત્ર વીર ચક્ર કેમ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, શૌર્ય ચક્ર હોય અથવા કિર્તી ચક્ર જ્યારે કોઇ સૈનિકને એનાથી સન્માનિત કરવાનો નિર્ણ. સરકાર તરફથી કરવામાં આવે છે કો એ માત્ર સૈનિક નહીં પરંતુ સમગ્ર યૂનિટ અને સમગ્ર સેનાનું સન્માન બની જાય છે. જાણો એવું તો શું છે આ ચક્રોમાં અને કેમ દેશનો દરેક સૈનિક એને પ્રાપ્ત કરવાનું સપનું જોઇને દેશસેવા માટે સેનામાં આવે છે. 

પરમવીર ચક્ર
પરમવીર ચક્ર ભારતનું સર્વોચ્ય શૌર્ય પુરસ્કાર છે અને એ પુરસ્કાર દુશ્મનોની ઉપસ્થિતિમાં ઉચ્ચ કોટિની શૂરવીરતા અને બલિદાન માટે આપવામાં આવે છે. મોટાભાગની સ્થિતિઓમાં આ સન્માન મરણોપરાંત આપવામાં આવ્યું છે. આ પુરસ્કારની સ્થાપના 26 જાન્યુઆરી 1950ના એ સમયે કરવામાં આવી જ્યારે ભારતને ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું.
ભારતીય સેનાના કોઇ પણ અંગના ઓફિસર્સ અથવા જવાન આ પુરસ્કારને પાત્ર હોઇ શકે છે. 

મહાવીર ચક્ર
મહાવીર ચક્ર ભારતના યુદ્ધના સમયે વીરતાનું પદક છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકોના અસાધારણ વીરતા અથવા પ્રકટચ શૂરતા અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવે છે. આ પરમવીર ચક્ર બાદ આવે છે. એની સાથે લાગેલી રિબિન અડધી સફેદ રંગ અને અડઘી નારંગી રંગની હોય છે. 

વીર ચક્ર
વીર ચક્ર ભારતના યુદ્ધ સમયે વીરતાનું પદક છે. આ સન્માન સૈનિકોને અસાધારણ વીરતા અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના 26 જાન્યુઆરી 1950માં થઇ હતી. વિંગ કમાન્ડર અભિનંદન પહેલા આ પુરસ્કાર વર્ષ 2000માં કારગિર વૉર દરમિયાન ઓપરેશન વિજયમાં વીરતાનું પ્રદર્શન કરવા માટે હવલદારને આપવામાં આવ્યું હતું. 

કીર્તિ ચક્ર
કીર્તિ ચક્ર ભારતનું શાંતિ અને સમય વીરતા પદક છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા અથવા પ્રકટ શૂરતાં અથવા બલિદાન માટે આપવામાં આવે છે. પસંદગીમાં આ મહાવીર ચક્ર બાદ આવે છે. આ સન્માનની સ્થાપના 4 જાન્યુઆરી 1952 ના રોજ થઇ હતી. 198 બહાદુરોને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યું છે. પુરસ્કાર સેના, વાયુસેના અને નૌસેનાના ઓફિસર્સ અને જવાન ઉપરાંત ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. 

અશોક ચક્ર
અશોક ચક્ર ભારતના શાંતિના સમયનું સર્વોચ્ય વીરતા પદક છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકોને અસાધારણ વીરતા, શૂરતા અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ મરણોપરાંત પણ આપવામાં આવે છે. અશોક ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. અશોક ચક્ર પદક સન્માન સેનાના જવાન, સામાન્ય નાગરિકને જીવીત અથવા મરણોપરાંત આપવામાં આવે છે. 1947માં આઝાદી બાદથી અત્યાર સુધી 67 લોકોને અશોક ચક્રનું સમ્માન આપવામાં આવ્યું છે. આ સન્માનની સ્થાપના 4 જાન્યુઆરી 1952એ થઇ હતી. 

શૌર્ય ચક્ર
શૌર્ય ચક્ર ભારતના શાંતિના સમયે વીરતાનું પદક છે. પસંદગીમાં આ કિર્તી ચક્ર બાદ આવે છે. આ સન્માન સૈનિકો અને અસૈનિકોને શાંતિ કાળના સમયે અસાધારણ વીરતા અથવા પ્રકટ શૂરતા અથવા બિલદાન માટે આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ચાર જાન્યુઆરી 1952માં થઇ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ