બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / A shocking number of cases of mucomycosis in Gujarat

સારવાર / ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસના કેસનો ચોંકાવનારો આંકડો, સ્ત્રી-પુરુષમાંથી આ લોકોમાં સંક્રમણ વધારે

Shyam

Last Updated: 05:27 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મ્યુકર્માઈકોસિસના કુલ 11,717 દર્દીઓ હોવાની માહિતી, ગુજરાતમાં 25મે સુધીમાં મ્યુકર્માઈકોસિસના 2859 કેસ જેના આધારે ગુજરાતને 7200થી વધુ એમ્ફોટેરિસિન-બીના વાઇલ્સ મળ્યા

  • રાજકોટમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓમાં વધારો 
  • સિવિલ હોસ્પિટલ ખાતે 609 દર્દીઓ સારવાર હેઠળ
  • 242 દર્દીઓની સર્જરી કરવામાં આવી

રાજકોટમાં મ્યુકર્માઈકોસિસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 609 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 242 જેટલા દર્દીઓની સર્જરી પૂર્ણ કરવામાં આવી છે. 100 જેટલા પોસ્ટ ઓપરેટીવ દર્દીઓને સમરસમાં રિફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલમાં દૈનિક 18 જેટલી સર્જરી કરવામાં આવી રહી છે.

રાજ્યોને વધુ એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન ફળવાયા છે. કેન્દ્ર સરકારે વધુ 29,250 વાઇલ્સ રાજ્યોને ફાળવ્યા છે. રાજ્યોમાં મ્યુકર્માઈકોસિસના દર્દીના આધારે ફાળવણી કરાઈ રહી છે. હાલ દેશમાં મ્યુકર્માઈકોસિસના કુલ 11,717 દર્દીઓ હોવાની માહિતી સામે આવી છે. ગુજરાતને 7200થી વધુ એમ્ફોટેરિસિન-બીના વાઇલ્સ મળ્યા છે. ગુજરાતમાં 25મે સુધીમાં મ્યુકર્માઈકોસિસના 2859 કેસ હોવાની માહિતી છે. 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર્માઈકોસિસના ઈન્જેકશન વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઈન્જેકશન દર્દીઓને આપવામાં આવશે નહીં. ઈન્જેકશન માટે જે તે દર્દીઓની હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ઈ-મેલ કરવો પડશે. આ ઈ-મેલમાં દર્દીઓના જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ ઈ-મેલ હોસ્પિટલના સત્તાવાર ઈ-મેલ પર સવારના 9થી 12 વચ્ચે કરી શકાશે બાદમાં બપોરે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા દરમિયાન જરૂરી ચકાસણી કર્યા બાદ ઈન્જેકશનની ફાળવણી કરવામાં આવશે.

રાજ્યમાં મ્યુકરમાયકોસીસના કેટલાક તારણો 

  • આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.
  • આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે. ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.
  • કુલ દર્દીઓમાંથી ૫૯.૦૦% દર્દીઓને ડાયાબીટીસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે.
  • આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજન જરૂરિયાત ઊભી થઇ નહોતી
  • ૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી
  • જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.

રાજ્યમાં મ્યુકર્માઈકોસિસની સર્જરીનું પ્રમાણ વધ્યું

રાજ્યમાં મ્યુકર્માઈકોસિસનો ખતરો વધ્યો છે. મ્યુકર્માઈકોસિસના કારણે મે મહિનામાં જ 10 દર્દીઓએ આંખો ગુમાવી છે. સર્જરી માટે હજુ પણ 150 દર્દીઓ વેઇટિંગમાં છે. આંખ અને દાંતના જડબા પર દર્દીઓને ખુબ અસર થઈ છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 335 દર્દીઓ સારવાર હેઠળ છે.

વડોદરામાં મ્યુકર્માઈકોસિસના નવા 19 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાંથી મ્યુકર્માઈકોસિસના 4 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. તો 2 દર્દીઓના મ્યુકર્માઈકોસિસથી મૃત્યુ થયા છે. વડોદરામાં મ્યુકર્માઈકોસિસથી કુલ મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. ગોત્રી GMERS હોસ્પિટલમાં એક જ દિવસમાં 52 સર્જરી કરાઈ છે. ગોત્રી હોસ્પિટલમાં હાલ 79 જયારે SSG હોસ્પિટલમાં 201 દર્દીઓ દાખલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ