બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A person who was cheating in the name of Azad Foundation NGO was caught from Jamnagar

આરોપ / 'દર મહિને 25 થી 35 હજાર રૂપિયા ઘરે બેઠા કમાઓ.', જામનગરમાં 600થી વધુ મહિલા છેતરાઈ, કિસ્સો આંખ ઉઘાડતો

Kishor

Last Updated: 09:09 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઝાદ ફાઉન્ડેશન NGO ના નામે ઘરે બેઠા કામની લાલચ આપી અલગ અલગ સ્થળની 600થી વધુ ગૃહિણીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપીને જામનગર પોલીસે પકડી પાડ્યો છે.

  • ઘરે બેઠા કામની લાલચ આચરી છેતરપિંડીની 
  • આરોપી કામની લાલચ આપી આચરતો છેતરપિંડી 
  • 600થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી આચરી 

આઝાદ ફાઉન્ડેશન NGO દ્વારા લઘુ ઉદ્યોગથી ધરબેઠા કામ કરી પૈસા કમાવવાની લાલચ આપી અનેક જિલ્લાની ૬૦૦ થી વધુ ગૃહિણીઓ સાથે છેતરપીંડી કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે. વધુમાં જામનગર સીટી સી ડિવિઝન પોલીસ ચોપડે ચડેલ આ આરોપી 2014 થી એટલે કે સાત વર્ષની સજા પડી હતી. છતાં કોર્ટમાં ગેરહાજર રહેતો હતો જેને પકડી પાડવામાં સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે.સોશિયલ મીડિયામા છેતરપીંડીના નિતનવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે લધુ ઉધોગકુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરી પૈસા કમાઓની જાહેરાત આપી ફેક NGO નામે છેતરપીંડી જેવા ગુના અટકાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. 


લઘુ ઉદ્યોગમાં ઘરબેઠા કામ કમાણીની લાલચે છેતરપિંડી

જેને લઈએ જામનગરના એક ફરિયાદી ને લઘુ ઉધોગ તથા કુટીર ઉધોગમાં ઘરબેઠા કામ કરી પૈસા કમાઓની ફેશબુક જાહેરાત જોઈ સંપર્કમાં આવેલ અને દર મહીને ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ પગાર મળશે તેવી લાલચ આપી હતી. વધુમાં આગળ જતા ડાયરેક્ટ સંસ્થા સાથે કામ કરી શકશો. તથા મહિલાનું ગૃપ બનાવી મહિલાને સિવણની તથા ગ્રુપ અગરબત્તી તથા ઓર્ગેનિક સાબુ બનાવવાની તથા બ્યુટી પાર્લરની તાલિમ આપવાનો અને ગૃહ ઉદ્યોગ માટે કાચો માલ આપવા સહિતની આંબા આંબલી બતાવી હતી. 

3.11 લાખથી વધુની છેતરપિંડીનો આરોપ

બાદમાં એક વ્યકિતના મેમ્બરશીપના નામે પાંચસો રૂપિયા રજસ્ટ્રેશન ફી ભરવાનું જણાવી જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારા મોરબી તથા રાજકોટ સહિત ૧૧ ગૃપના મહિલાઓ પાસેથી રૂપિયા 3.11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો હતો. બાદમાં પોલીસે આરોપીના લોકેશનની તપાસ હાથ ધરતા રાજપીપળા,બરોડા,રાજકોટ,ગીર-સોમનાથ, જૂનાગઢ એમ અલગ અલગ સ્થળે આવતા હતા. બાદમાં પોલીસે ટેક્નિકલ ટીમની મદદથી આરોપી મનસુખભાઇ રામાભાઇ જંનકાટ (રહે.રામોલ આર.ટી.ઓ ઓફીસની બાજુમાં આવાસ બ્લીક ન.એ કાર નંબર ૧૫ અમદાવાદ મુળ સમોડા તા.જી.ગીરસોમનાથ)ને પકડી પાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ