બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / A Muslim Maulana gave a provocative speech at a program organized in the name of drug addiction

મહામંથન / શાંત પાણીમાં મૌલાનાએ ફેંક્યો પથ્થર, હિંદુ અને મુસ્લિમ વચ્ચે ભારેલા અગ્નિ જેવી જ સ્થિતિ રહે તેવો કારસો કેમ?

Dinesh

Last Updated: 08:08 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: મુસ્લિમ મૌલાનાએ વ્યસન મુક્તિના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું. ભલે કોઈનું નામ ન લેવામાં આવ્યું પરંતુ ઈશારો બહુમતિ સમુદાય તરફ હતો એ વાત દિવા જેવી સ્પષ્ટ હતી

  • જૂનાગઢમાં મુસ્લિમ સમાજની ધર્મસભા યોજાઈ હતી
  • ધર્મસભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું
  • મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ આપતિજનક ભાષણ આપ્યું હતું


ડહાપણ એમા છે કે શાંત પાણીમાં પથ્થર ન ફેંકાય પરંતુ કેટલાક વાંકદેખા લોકો આવું કર્યા વગર રહી શકતા નથી. શાંત પાણીમાં પથ્થર નાંખવાનું કામ ફરી એકવાર જૂનાગઢમાં જ થયું છે. મુસ્લિમ મૌલાનાએ વ્યસન મુક્તિના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું. ભલે કોઈનું નામ ન લેવામાં આવ્યું પરંતુ ઈશારો બહુમતિ સમુદાય તરફ હતો એ વાત દિવા જેવી સ્પષ્ટ હતી. વીડિયો વાયરલ થયા બાદ તપાસ એજન્સીઓ હરકતમાં આવી અને યથાયોગ્ય કાર્યવાહી થઈ રહી છે. હવે ફરી ફરીને એક જ સવાલ ઉઠે છે કે ધર્મના નામે પોતાની કોમના લોકોને ભડકાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કેમ થઈ રહ્યો છે. આ પહેલા જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે જે બબાલ થઈ તેમા પણ ખોટી અફવાએ જ જોર પકડ્યું અને મામલો બગડી ગયો હતો. મૌલાનાના ભડકાઉ ભાષણ સામે સનાતન ધર્મના સંતો પણ ઉશ્કેરાયા અને તેની સામે તેમના જેવા જ નિવેદન આપ્યા. આ ઘટનામાં જરા બીજી બાજુ નજર કરીએ તો જે શાળા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં આ કાર્યક્રમ યોજાયો તે શાળા હિંદુ-મુસ્લિમ વચ્ચે એક્તા કેવી હોય તેનું હંમેશા ઉદાહરણ પુરુ પાડતી રહી છે અને લગભગ 135 વર્ષ જૂનો ઈતિહાસ ધરાવે છે. કદાચ કહેવાતા મૌલાનાએ માત્ર શાળાના જ ઈતિહાસને ધ્યાને લીધો હોત તો તેમને આવું ભડકાઉ ભાષણ કરવાનું સૂઝ્યું ન હોત તે ચોક્કસ છે. આપણને વધુ નવાઈ એ વાતની પણ લાગે કે જ્યારે મુંબઈમાં છૂપાયેલા મૌલાનાને પકડવા ATSની ટીમ પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ટોળુ પણ એકઠું થઈ ગયું હતું અને ATSએ પરિસ્થિત સંભાળવાની ફરજ પડી હતી. 

ભડકાઉ ભાષણ
જૂનાગઢમાં મુસ્લિમ સમાજની ધર્મસભા યોજાઈ હતી જે ધર્મસભામાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ આપતિજનક ભાષણ આપ્યું હતું અને ભાષણમાં વૈમનસ્ય વધે તેવી સ્પષ્ટ વાત હતી. નામ લીધા વગર હિંદુઓ વિરુદ્ધ આપતિજનક ભાષણ અપાયા હતા. મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો. ધર્મના નામે ભડકાઉ ભાષણ શા માટે? ધર્મના નામે ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ કેમ?

કાર્યક્રમ ક્યાં અને ક્યારે યોજાયો હતો?
31 જાન્યુઆરી- જૂનાગઢ નરસિંહ વિદ્યામંદિર

શું કાર્યવાહી કરવામાં આવી?
મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ATSએ મુંબઈથી ઝડપી લીધો હતો. ટ્રાન્ઝીટ રિમાન્ડથી જૂનાગઢ લાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના આયોજકની પણ ધરપકડ કરાઈ છે, મૌલાનાના ટ્રસ્ટ અને ફંડિંગને લઈને તપાસ કરાઈ છે તેમજ મૌલાના સલમાનના 3 ટ્રસ્ટ હોવાની માહિતી સામે આવી છે. એક ટ્રસ્ટમાંથી 9 લાખ રૂપિયા મળ્યા છે.

મૌલાનાનો ગુનાહિત ઈતિહાસ
મૌલાના સલમાન વિરુદ્ધ અગાઉ 5 ગુના નોંધાયા છે. 2008 થી 2011 સુધી ઈજિપ્તમાં ઈસ્લામ અંગે અભ્યાસ કર્યો તેમજ 2014થી ભડકાઉ ભાષણને લઈને વિવાદમાં આવ્યો છે.  મૌલાના મૂળ કર્ણાટકનો છે, મુંબઈમાં પરિવાર સાથે રહે છે અને યુટ્યુબર છે અને વ્યાપક ફોલોઅર્સ ધરાવે છે. મૌલાના ગુજરાતમાં મોડાસા અને કચ્છ ગયો હતો. મોડાસા અને કચ્છ બાદ જૂનાગઢ આવ્યો હતો. 14 ફેબ્રુઆરીએ મોરબીમાં કાર્યક્રમમાં હાજરી આપવાનો હતો. શંકાસ્પદ ગતિવિધિને કારણે પોલીસે તપાસ શરૂ કરી હતી. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. ટ્રસ્ટ અને પરિવારના બેંક ખાતાની પણ તપાસ તેમજ ટ્રસ્ટના રૂપિયાનો શું ઉપયોગ થતો હતો તેની તપાસ હાથ ધરાઈ છે.

મૌલાના સામે IPCની કઈ કલમ લગાવાઈ?
153A
505
188
114

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ