બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A fake DYSP has been caught from Junagadh, identified as Vineet Bansilal Dave.

બોગસ / ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટ્યો, PMO,CMO,PA બાદ હવે નકલી Dy.SP ઝડપાયો, રૌફ જમાવી બેઠકો પણ કરતો, કેસ ચોંકાવનારો

Dinesh

Last Updated: 07:49 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news: જૂનાગઢમાંથી નકલી DYSP ઝડપાયો છે, આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઇ છે. જે નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો.

  • નકલી CMOના અધિકારી બાદ હવે નકલી DySP ઝડપાયા
  • જૂનાગઢમાંથી નકલી DySP ઝડપાયો 
  • વિનીત દવે નામના આરોપીની ધરપકડ


રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી PA, નકલી CMO અધિકારી બાદ હવે જૂનાગઢમાં નકલી DYSP ઝડપાયો છે. આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઇ છે. વિનીત નકલી ID સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો. 2.11 કરોડથી પણ વધુની  છેતરપિંડી પણ આચરી છે. 

17થી વધુ લોકો સાથે ઠગાઇ કરી
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી DYSPને પોલીસ તંત્રે દબોચ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે પોલીસ ખાતામાં નોકરી આપવાનું કહીને 17થી વધુ લોકો સાથે ઠગાઇ કરી છે. નકલી DYSP વિનિતે પોલીસ કર્મચારીઓના કાર્ડ પર ફોટો લગાવી રોફ જમાવતો હતો. હાલ પોલીસ પૂછપરછ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અગાઉ નકલી PA ઝડપાયો હતો
અત્રે જણાવીએ કે, થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખ્સે ગૃહમંત્રીના નકલી PA તરીકેની ઓળખ આપી હતી. વરૂણ પટેલે નકલી PAની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી કરી હતી. પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો. જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. વરૂણ પટેલ, આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી

નકલી આઈપીએસ ઝડપાયો
થોડા દિવસ અગાઉ સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ