બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / ભારત / A big relief for shoppers using Paytm, services will continue even after the deadline

BIG NEWS / Paytm વાપરનારા દુકાનદારોને મોટી રાહત, ડેડલાઇન બાદ પણ યથાવત રહશે સેવાઓ, RBIએ આપી પુષ્ટિ

Priyakant

Last Updated: 11:40 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI On PayTM Latest News: એક રિપોર્ટ અનુસાર RBIએ પુષ્ટિ કરી છે કે, Paytmના QR કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીન સેવાઓ 15 માર્ચની સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે

  • Paytm યુઝર્સ માટે હવે ફરી એકવાર મોટી અપડેટ 
  • RBIએ Paytm પેમેન્ટ્સ બેંક પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો
  • અગાઉ સેવાઓ પર પ્રતિબંધની તારીખ 29 ફેબ્રુઆરી હતી જે 15 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી

RBI On PayTM : Paytmને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, ભારતમાં QR કોડ અથવા ઓનલાઈન મોબાઈલ પેમેન્ટ સેવાઓ પૂરી પાડતી કંપની Paytm ને તાજેતરમાં કટોકટી વચ્ચે મોટી રાહત મળી છે. નોંધનિય છે કે, ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ તેની બેંકિંગ શાખા Paytm પેમેન્ટ્સ બેંક પર લાદવામાં આવેલ પ્રતિબંધ ઉઠાવી લીધો છે. અગાઉ સેવાઓ પર પ્રતિબંધની તારીખ 29 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી હતી તે સમયમર્યાદા 15 માર્ચ 2024 સુધી લંબાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર RBIએ પુષ્ટિ કરી છે કે, Paytmના QR કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીન સેવાઓ 15 માર્ચની સમયમર્યાદા પછી પણ ચાલુ રહેશે. 

વેપારી વપરાશકર્તાઓ માટે સેવાઓ ચાલુ રહેશે
એક અહેવાલ મુજબ RBI દ્વારા આ પુષ્ટિ Paytm માટે બીજી મોટી રાહત છે. હવે ફિનટેક ફર્મ Paytmની મર્ચન્ટ પેમેન્ટ સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે અને 15 માર્ચ પછી પણ રાબેતા મુજબ અવિરત કામ કરવાનું ચાલુ રાખશે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ પણ પુષ્ટિ કરી છે કે, તે સીમલેસ પેમેન્ટ્સ સાથે વેપારીઓને સશક્તિકરણ કરવાનું ચાલુ રાખશે. વેપારીઓ કોઈપણ વિક્ષેપ વિના QR કોડ, સાઉન્ડબોક્સ અને કાર્ડ મશીનની સેવાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે. દેશમાં Paytm મર્ચન્ટ પેમેન્ટ યુઝર્સની સંખ્યા ઘણી વધારે છે.

નોડલ ખાતું કઈ બેન્કમાં શિફ્ટ થયું ? 
આ તરફ વેપારીઓને મુશ્કેલી મુક્ત ચુકવણી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે Paytm ની પેરન્ટ કંપની One97 Communication એ તાજેતરમાં તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેન્કમાં શિફ્ટ કર્યું છે. Paytmનું નોડલ એકાઉન્ટ એક માસ્ટર એકાઉન્ટ જેવું છે, જે તમામ ગ્રાહકો અને વેપારીઓના વ્યવહારોનું સમાધાન કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો જે વપરાશકર્તાઓનું Paytm પેમેન્ટ્સ બેંકમાં ખાતું છે તેઓ 15 માર્ચની અંતિમ તારીખ પછી પણ સરળતાથી તેમના વ્યવહારોનું સમાધાન કરી શકે છે. અમે તમને અહીં જણાવીએ કે, Paytm તેની પેટાકંપની Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ દ્વારા નોડલ એકાઉન્ટનું સંચાલન કરે છે.

વધુ વાંચો: મોદી સરકારના દબાણે ચાઈનીઝ કંપનીઓની હોશિયારી કાઢી, હવે ભારતમાં બનશે આ બધા ફોન

RBIએ 31 જાન્યુઆરીએ આદેશ કર્યો હતો જાહેર
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંકે 31 જાન્યુઆરીએ Paytm  પેમેન્ટ બેંકની સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો અને તેની સમયમર્યાદા હવે 29 ફેબ્રુઆરીના બદલે 15 માર્ચ સુધી લંબાવી દેવામાં આવી છે. ઓર્ડર હેઠળ 15 માર્ચ, 2024 પછી Paytm પેમેન્ટ બેંકના વપરાશકર્તાઓના ખાતા, પ્રીપેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વોલેટ્સ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ વગેરેમાં કોઈ વધુ થાપણો, ક્રેડિટ વ્યવહારો અથવા ટોપ-અપ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. પરંતુ હવે Paytm PPBL ને બદલે Axis Bank સાથે જોડાઈ રહ્યું છે, Paytm QR Code, Paytm Soundbox અથવા Paytm POS ટર્મિનલ જેવી સેવાઓ વેપારીઓને પૂરી પાડવામાં આવતી રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ