બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / A 6-month-old baby has died due to buffalo dung in UP's Mahoba. The incident took place when the parents of the innocent baby were working in the field after keeping the baby in the cradle.

OMG / ભેંસના ગોબરના કારણે 6 મહિનાના બાળકનું મોત થતા ખળભળાટ, ઘટના સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે

Pravin Joshi

Last Updated: 05:10 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મહોબામાં ભેંસના છાણને કારણે 6 મહિનાના બાળકનું મોત થયું છે. માસુમ બાળકના માતા-પિતા માસુમ બાળકને પારણામાં રાખ્યા બાદ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. પારણા પાસે એક ભેંસ બાંધેલી હતી અને તેના પર ગોબર કર્યું. જેના કારણે બાળકનું શ્વાસ રૂંધાઈ જતાં મોત નીપજ્યું હતું.

  • ઉત્તર પ્રદેશના મહોબાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા 
  • મહોબામાં ભેંસના છાણને કારણે 6 મહિનાના બાળકનું મોત થયું
  • પારણામાં સુતેલા બાળક પર ભેંસે ગોબર કરતા શ્વાસ ન લઈ શક્યું

ઉત્તર પ્રદેશના મહોબાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુપીના મહોબામાં ભેંસના છાણને કારણે 6 મહિનાના બાળકનું મોત થયું છે. માસુમ બાળકના માતા-પિતા માસુમ બાળકને પારણામાં રાખ્યા બાદ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. પારણા પાસે એક ભેંસ બાંધેલી હતી અને તેના પર ગોબર કર્યું. જેના કારણે બાળકનું શ્વાસ રૂંધાઈ જતાં મોત નીપજ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટના જિલ્લાના કુલપહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજના સમયે પારણામાં સુતેલા માસૂમ બાળકની નજીકમાં એક ભેંસ બાંધી હતી. ભેંસે પોદળો કરતા નજીકમાં સુતેલા બાળકનો શ્વાસ રૂંધાઈ ગયો અને તેનું મૃત્યુ થયું. બાળકના માતા-પિતા તેમના 6 મહિનાના બાળક સાથે ખેતરમાં કામ કરવા ગયા હતા. મુકેશ યાદવની પત્ની નિકિતાએ તેના 6 મહિનાના બાળકને પારણામાં મૂકીને ખેતી કરવાનું શરૂ કર્યું. ત્યારે આ ઘટના બની હતી.

OMG! 4 મહિનાના ગર્ભ બાદ અચાનક જ જન્મી બાળકી, 328 ગ્રામ છે વજન, ઢીંગલી કરતાં  પણ નાની દીકરીને જોઇ માં-બાપ કાળજું ફાટ્યું / A baby girl has been born in  Wales, Britain,

શ્વાસ રૂંધાવાથી મૃત્યુ

બાળકીની માતાને ખબર ન હતી કે બાળકની પાસે ભેંસ બાંધેલી છે. બાળકના મૃત્યુનું કારણ ભેંસ હશે તેની માતાને પણ કલ્પના નહોતી. નજીકમાં બાંધેલી ભેંસે પારણા પર ગોબર કર્યું. જેના કારણે માસુમ બાળક મોઢામાંથી શ્વાસ લઈ શકતો ન હતો અને શ્વાસ રૂંધાવાથી તેનું મોત થયું હતું. પરિવારજનોએ બાળકને જોયું તો તે ગંભીર હાલતમાં હતું. બાળકને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મોતના સમાચાર મળતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અજીબોગરીબ ઘટનાને કારણે મોત બાદ દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ