બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 people attacked a person with weapons in Junagadh, fatal attack with a pipe in Halvad, incidents captured in CCTV

અસામાજિક તત્વો બેફામ / જૂનાગઢમાં એક વ્યક્તિ પર 8 શખ્સો હથિયાર લઈને તૂટી પડ્યા, હળવદમાં પાઈપથી જીવલેણ હુમલો, ઘટનાઓ CCTVમાં કેદ

Vishal Khamar

Last Updated: 08:44 PM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યમાં મારીમારી, લૂંટનાં અનેક ગંભીર ગુનાઓ બનવા પામ્યા છે. ગત રોજ ગાંધીનગર, હળવદ તેમજ જૂનાગઢમાં કેટલાક અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • ગાંધીનગરમાં બુકાનીધારી શખ્સોએ ગાડીનાં કાચ તોડ્યા
  • હળવદમાં દુકાનદાર પાસે રૂપિયા માંગી તોડફોડ કરી
  • જૂનાગઢમાં 8 શખ્સોએ પેટ્રોલપંપનાં કર્મીઓ પર હુમલો કર્યો

કાચ તોડતા અજાણ્યા શખ્સો CCTV કેમેરામાં થયા કેદ
ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. જેમાં સેક્ટર 24 માં શ્રીનગર હાઉસિંગ સોસાયટીમાં અજાણ્યા શખ્સો દ્વારા ઘરની બહાર પાર્ક કરેલ કારના કાચ તોડ્યા હતા. આ સમગ્ર ઘટનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં 5 જેટલા બુકાનીધારી શખ્સોએ ઘરની બહાર પાર્ક કરેલ કારનાં કાચ તોડ્યા હતા. આ સમગ્ર મામલે ગાંધીનગર સેક્ટર 24 માં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

દુકાનદાર પાસે રૂપિયા માંગીને શખ્સે કરી તોડફોડ
મોરબીનાં હળવદનાં અજીતગઢ ગામમાં દુકાનદાર પાસે રૂપિયા માંગ્યા હતા. ત્યારે દુકાનદાર દ્વારા રૂપિયા ન આપતા શખ્સે દુકાનમાં તોડફોડ કરી હતી. જે બાદ તોડફોડ કરનાર વ્યક્તિને સમજાવવા જતા સમજાવવા ગયેલ વ્યક્તિ પર પાઈપથી હુમલો કર્યો હતો. ત્યારે જયેશ ડાંગર નામનાં શખ્સે મારપીટ કરી ધમકી આપી હતી. ભોગ બનેલા વેપારીએ હળવદ તાલુકા પોલીસે મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. 

પેટ્રોલપંપ પર હુમલાની ઘટનાના CCTV આવ્યા સામે 
જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પરનાં પેટ્રોલ પંપનાં કર્મીઓ પર અજાણ્યા શખ્સોએ લાકડી અને હથિયાર વડે પેટ્રોલપંપનાં કર્મીઓ પર હુમલો થયો હતો. પેટ્રોલ પંપ પર હુમલાની ઘટનાનાં સીસીટીવી સામે આવ્યા હતા. કારમાં આવેલા શખ્સોએ પેટ્રોલ પંપ પર મારામારી કરી હતી. આ મામલે પોલીસે 8 શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ