બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 7 cases of accidents in Gujarat 5 people died

નજર હટી / ગુજરાતમાં અકસ્માતની ભરમાર: આજે 7 અકસ્માતમાં 5 લોકો કાળનો કોળિયો બન્યા, જુઓ ક્યાં ક્યાં ઘટી દુર્ઘટનાઓ

Kishor

Last Updated: 05:39 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતમાં અકસ્માતની જુદી જુદી સાત ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો
  • આજે અકસ્માતના કુલ સાત કિસ્સા સામે આવ્યા
  • પાંચ વ્યક્તિઓ માર્ગ અકસ્માતમાં બન્યા કાળનો કોળીયો

વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓમાં પણ ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે. દિવસેને દિવસે અનેક લોકો માર્ગ અકસ્માતમાં મોતને ભેટતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે આજે લગભગ નાની મોટી અકસ્માતની સાત ઘટનાઓ સામે આવી હતી. જેમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજયા હોવાનું બહાર આવ્યું છે.

 7 cases of accidents in Gujarat 5 people died

ડમ્પર ઝુંપડપટ્ટીમાં ઘૂસી ગયું
અમદાવાદના રિવરફ્રન્ટ ખોડીયાર નગર પાસે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. જેમાં ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ડમ્પર ઝુંપડપટ્ટીમાં ઘૂસી ગયું હતું.અકસ્માતની આ ઘટનામાં ત્રણથી ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરવા તજવીજ હાથ ધરી છે.

 7 cases of accidents in Gujarat 5 people died

વણઝારા પરિવારના 2 વ્યક્તિના કમકમાટીભર્યા મોત
આ ઉપરાંત સાબરકાંઠાના પરિવારને હરિયાણાના બહાદુરગઢમાં અકસ્માત નડ્યો હતો. કે.એમ.પી એક્સપ્રેસ હાઇવે પર ટ્રક અને ક્રૂઝર ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈડરના વણઝારા પરિવારના 2 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજયા હતા. સાસુ અને વહુનું ઘટનાસ્થળે મોત થતા પરિજનોમાં કાળો કલ્પાંત ફેલાયો છે. વધુમાં અકસ્માતમાં 10 વ્યક્તિને ગંભીર ઇજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતગ્રસ્ત પરિવાર અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જતો હોવાનું સામે આવ્યું છે.

ટ્રકની પાછળ ઘૂસી કાર, આર્મી જવાન અને પત્નીનું માથું ધડથી અલગ થઈ ગયું,  ગુજરાતમાં રહે છે પરિવાર | Horrific road accident: The roof of the car  disappeared, the army jawan and his

વધુમાં અકસ્માતની બીજી ઘટના પાટણના વારાહી ગામ નજીક સામે આવી હતી.જેમાં હિટ એન્ડ રનમાં અજાણ્યા વાહને બાઈકસવારને અડફેટે  લીધો હતો. આ ધડાકાભેર આકસ્માતમાં 50 વર્ષીય ઘોનાભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અકસ્માત બાદ વાહનચાલક ફરાર થઈ જતા વારાહી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

તેમજ અમદાવાદના સોલા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બ્રિજ પર ઉભેલી કાર સાથે ટેમ્પો અથડાયો હતો.જેમાં એક સ્કૂટરને પણ અડફેટે લીધુ હતું. જોકે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ નહીં આથી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદથી શિરડી જઇ રહેલ પરિવારને અકસ્માત નડ્યો

આ ઉપરાંત સાપુતારા માલેગામ નેશનલ હાઇવે પર નાસિકથી સુરત તરફ જતા ટ્રકની બ્રેક ફેઇલ થઇ ગઇ હતી. બાદમાં અકસ્માત સર્જાતા 81 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. ટ્રકની બ્રેક ફેલ થતા કારને અડફેટે હતી. જેમાં અમદાવાદથી શિરડી જઇ રહેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. વધુમાં અન્ય 4ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતના બારડોલી નજીક અકસ્માત
તો સુરતના બારડોલીના નાંદીડા ચાર રસ્તા નજીક ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં કાર રસ્તો ક્રોસ કરતા સમયે ટેમ્પો સાથે અથડાઇ હતી. બાદમાં અન્ય બે ગાડી પણ અથડાતા લોકોના ટોળા એકઠા થયા હતા. આ અકસ્માતને પગલે બારડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

જામનગરમાં નૂરી ચોકડી નજીક ટ્રકે વૃદ્ધ મહિલાને ચગદી નાખી
બીજી તરફ જામનગરમાં નૂરી ચોકડી નજીક ટ્રકે વૃદ્ધ મહિલાને ચગદી નાખતાં ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત થયું હતું. નુરી ચોકડી નજીક ઝુંપડુ બાંધીને રહેતા હુરબાઇ જુસબભાઇ રાઠોડ નામના ૬૫ વર્ષીય વૃદ્ધા આજે સવારે ચા પીવા માટે જતા હતા ત્યારે રોંગ સાઇડમાં પુરઝડપે આવી રહેલા ટ્રક રજી. નં. જીજે-૧૦-ટીવાય-૫૪૯૬ ના ચાલકે બેદરકારી પૂર્વક ચલાવી તેમને ઠોકર મારતાં ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું,

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ