બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / 6 killed in car truck crash at jodhpur bilara rajasthan accident

ગંભીર દુર્ઘટના / રાજસ્થાનના જોધપુરના બિલાડા ખાતે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, 6નાં મોત 3 ઘાયલ

Dhruv

Last Updated: 09:16 AM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના બિલાડામાં બોલેરોની ટ્રક સાથે જોરદાર ટક્કર થતા 6 લોકોના મોત તો અન્ય 3 લોકો ઘાયલ થયાં.

  • રાજસ્થાનના જોધપુર નજીક બિલાડામાં ગંભીર માર્ગ અકસ્માત
  • દુર્ઘટનામાં 6 લોકોના મોત તો અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ
  • દુર્ઘટનામાં એક કાર ટ્રક સાથે અથડાતા સર્જાયો હતો અકસ્માત

રાજસ્થાનના જોધપુર નજીક બિલાડામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં એક કાર અચાનક એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી 6 લોકોના મોત થયા તો અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા

આ ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને અન્ય ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. હાલમાં આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે.

એક જ પરિવારના નવ સભ્યો દર્શન કરવા જઈ રહ્યાં હતાં

પોલીસના જણાવ્યા અનુસાર, ચુરુ જિલ્લાના ખ્યાલી ગામના રહેવાસી એક જ પરિવારના નવ સભ્યો એસયુવી લઇને બાડમેરમાં નાગાણા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. ગુરુવારે રાત્રે એક વાગ્યે બિલાડા પોલીસ સ્ટેશન હેઠળના ઝુડલી ફાંટા નજીક પહોંચ્યા ત્યારે બોલેરો આગળ ચાલી રહેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. જેથી બોલેરોમાં સવાર તમામ લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

ભારે જહેમત બાદ તમામને બહાર કઢાયા

આસપાસના સ્થાનિક લોકોએ આ મામલે તુરંત પોલીસને જાણ કરી હતી અને ભારે જહેમત બાદ બધાને બહાર કઢાયા. પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા છ લોકોને બિલાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન અન્ય ત્રણના પણ મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ અન્ય 2 લોકોને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. એક ઘાયલ બિલાડાની હોસ્પિટલમાં દાખલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ