ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 5 years in test cricket indian top order collapse mayank agrawal cheteshwar pujara virat kohli loses wicket

પ્રદર્શન / 5 વર્ષ બાદ ટીમ ઇન્ડીયા સાથે ઘટી શરમજનક ઘટના, કોહલી અને પુજારા માત્ર જોતાં રહી ગયાં

Published By: Dhruv

Last Updated: 04:28 PM, 23 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂ દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ પહેલા જ કલાકમાં ટીમ ઇન્ડીયાની બેટિંગને લઇ પોલ ખુલી ગઇ છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારા જેવાં ટેસ્ટનાં ઉત્તમ બેટ્સમેનોને વિન્ડીઝ બેટ્સમેનોએ શરૂઆતમાં જ પવેલિયન પરત મોકલી દીધાં છે. 5 વર્ષમાં ભારતની આ ટેસ્ટમાં અત્યાર સુધીની સૌથી ખરાબ શરૂઆત રહી છે.

ADVERTISEMENT

West Indies Vs India, 1st Test

એંટીગા ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝનાં કેપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. કેપ્ટનનાં નિર્ણયને સાચો સાબિત કરતા બેટ્સમેનોએ રમત પહેલાં જ કલાકમાં ટીમ ઇન્ડીયાની ત્રણ વિકેટ લેવાઇ ગઇ. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન કોહલી સસ્તામાં જ નીપટાઇ ગયાં. આઠ ઓવર ખતમ થતાં પહેલા ભારતે 25 રનનાં સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

રોચ અને ગ્રૈબિએલે મચાવ્યો કહેરઃ
ઇનિંગની શરૂઆતમાં જ ભારતને કેમાર રોચે ઝટકો આપ્યો. પાંચમી ઓવરનાં બીજા બોલ પર રોચ મયંકને અંદાજે 5 રનનાં સ્કોર પર પરત મોકલી દીધાં. ત્યાર બાદ રોચનાં આગામી શિકાર પુજારા બન્યાં. માત્ર 4 બોલ રમ્યા બાદ તેઓ 2 રન બનાવીને આઉટ થઇ ગયાં. ત્યાર બાદ શૈનન ગ્રૈબ્રિએલે કેપ્ટન કોહલીને 9 રનનાં સ્કોર પર આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો.

5 વર્ષ બાદ થઇ ભારતની આવી ખરાબ હાલતઃ
આ છેલ્લાં પાંચ વર્ષમાં ટેસ્ટમાં ભારતની સૌથી ખરાબ શરૂઆત રહી છે. આ પહેલાં વર્ષ 2014માં ટીમ ઇન્ડીયાએ પ્રથમ ઇનિંગમાં અંદાજે 8 ઓવર અંદર પોતાનાં ત્રણ શરૂઆતનાં બેટ્સમેન ગુમાવ્યાં હતાં. મૈનચેસ્ટરમાં ઇગ્લેન્ડ વિરૂદ્ધ રમવામાં આવેલ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 5.1 ઓવરમાં ટૉપનાં ચાર બેટ્સમેન અંદાજે 8 રનનાં સ્કોર પર પરત ફર્યા હતાં. આ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ અંદાજે 152 રનો પર આઉટ થઇ ગઇ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India West Indies sports test cricket test match ઇન્ડીયા ભારત વેસ્ટ ઇન્ડિઝ West Indies Vs India 1st Test

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ