બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 4 accused of making MD drugs in lab in Ahmedabad's new Naroda arrested, drugs worth Rs 2 crore sold

મોટી સફળતા / અમદાવાદના નવા નરોડામાં લેબમાં MD ડ્રગ્સ બનાવતા 4 આરોપી ઝડપાયા, 2 કરોડનું વેચી નાખ્યું ડ્રગ્સ

Mehul

Last Updated: 11:44 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રાઇમ બ્રાન્ચએ નવા નરોડા વિસ્તારમાં મીની લેબમાં એમ ડી ડ્રગ્સ નું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની કરી ધરપકડ. ઘરની જ છત પર લેબ શરૂ કરી બે કરોડનું ડ્રગ્સ બનાવ્યું

 

  • નવા નરોડામાં MD ડ્રગ્સ કેસમાં વધુ ચાર ઝડપાયા 
  • આરોપીએ ઘર ની જ છત પર બનાવ્યું 2 કરોડનું ડ્રગ્સ 
  • થલતેજમાં ઝડપાયેલા ડ્રગ્સના તાર નવા નરોડામાં 

ડ્રગ્સ સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ એ નવા નરોડા વિસ્તાર માં મીની લેબ બનાવી એમ ડી ડ્રગ્સ નું ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપી ઓની ધરપકડ કરી છે. આરોપી એ ઘર ની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયા નું ડ્રગ્સ બનાવી દીધું હતું. 

ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઝડપાયું ડ્રગ્સ 

7 મી ડિસેમ્બરએ થલતેજ માંથી ક્રાઇમ બ્રાન્ચ એ પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સ ની તપાસ માં પોલીસ ને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપી ઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તાર માં એમ ડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સ નું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલર ને ઝડપી લીધા. આરોપી બિપીન પટેલ એ તેના મકાન રાધેશ્યામ રેસીડેન્સી નવા નરોડા ખાતે લિફ્ટ રૂક નો કબ્જો રાખી તેમાં મીની લેબ તૈયાર કરી હતી. અને ગત નવરાત્રી દરમિયાન એમ ડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. જેણે અત્યાર સુધી માં લગભગ રૂપિયા 2 કરોડ નું એમ ડી ડ્રગ્સ બનાવ્યું હોવાનુ ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં બહાર આવ્યું છે. 

M.Sc,કરેલો વિધાર્થી ડ્રગ્સ બનાવતો 

આરોપી બિપીન પટેલ છત્રાલ ખાતે આવેલ ઓસવાલ કેમિકલ કંપની માં છ મહિનાથી ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ તેણે એમ એસ સી સુધી નો અભ્યાસ કર્યો છે. પોતે વર્ષ 2003 થી 2012 સુધી દિસ્માન ફાર્મા કંપની માં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે પંકજ પટેલ નામનો આરોપી પણ ત્યાં નોકરી કરતો હતો. તે સમયે બંને ની ઓળખાણ થઈ હતી. અને છ મહિના પહેલા આ પંકજ પટેલ તેને મળ્યો હતો. જેણે આ એમ ડી ડ્રગ્સ બનાવી આપવા માટે જણાવ્યું હતું. અને બિપીન પટેલ પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષય માં સ્નાતક હોય પંકજ દ્વારા આપવામાં આવતા કી મટીરીયલ ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન થી અન્ય મટીરીયલ મેળવી આ ડ્રગ્સ બનાવતો હતો. 

કેવી રીતે બની હતી ચેઈન 

જ્યારે આરોપી પંકજ પટેલ જે વૈષ્ણવ દેવી સર્કલ નજીક રહે છે. અને છત્રાલ ખાતે એક કેમિકલ કંપની માં એક્ઝક્યુટીવ તરીકે નોકરી કરે છે. ગત જૂન મહિના માં તેને કોરોના થતાં તે ચરાડા હેલ્થ સેન્ટર માં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની મુલાકાત અસિત પટેલ સાથે થઈ હતી. અસિત પટેલ એ તેને એમ ડી ડ્રગ્સ બનાવવા માટે મટીરીયલ આપવાનુ કહેતા પંકજ એક લિટર ના રૂપિયા 15 હજાર ચૂકવી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો અને તે રૂપિયા 25 હજાર માં બિપીનને આપતો હતો. આરોપી બિપીન પટેલ એક ગ્રામ ના રૂપિયા 400 ના ભાવે ડ્રગ્સ પંકજ ને આપતો. જ્યારે પંકજ 700 થી 800 માં અસિત પટેલ ને આપતો. અને બાદ માં આસિત અગાઉ પકડાયેલ આરોપી રવી શર્મા ને સપ્લાય કરતો. જ્યારે રવી શર્મા નાના નાના પેડલરો ને આપતો હતો. 

ક્રાઈમ બ્રાંચ વધુ તપાસ કરે છે 

ક્રાઇમ બ્રાન્ચ એ મીની લેબ માંથી એમ ડી ડ્રગ્સ બનાવવાં અંગે ની ચીજ વસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે. જેને એફ એસ એલ માં મોકલતા રિપોર્ટ માં એમ ડી ડ્રગ્સ અને અન્ય રાસાયણિક પદાર્થો ની હાજરી મળી આવેલ છે. જો કે ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગ માં લેવામાં આવતા પદાર્થો નો ધુમાડો માત્ર પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ડ્રગ્સ બનાવવા માટેનું કી મટીરીયલ જે કંપનીઓ દ્વારા પુરૂં પાડવામાં આવતું હતું તે કંપનીઓને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ