બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 37.66 lakhs from Ramol, drugs worth 3.16 lakhs from Nana Chiloda, total 7 accused arrested

અમદાવાદ / રામોલમાંથી 37.66 લાખ, તો નાના ચિલોડામાંથી 3.16 લાખનું ઝડપાયું ડ્રગ્સ, કુલ 7 આરોપીઓ ઝબ્બે

Malay

Last Updated: 04:31 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, અમદાવાદમાં 40 લાખથી વધુના ડ્રગ્સની સાથે 2 મહિલા સહિત 7 આરોપીઓની ધરપકડ.

  • અમદાવાદના રામોલમાંથી 37.66 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • રામોલ પોલીસે એક મહિલા સહિત 3 આરોપીની કરી ધરપકડ
  • અમદાવાદ SOG ક્રાઈમ બ્રાંચે નાના ચિલોડા પાસેથી ડ્રગ્સ ઝડપ્યું
  • SOG ક્રાઈમ બ્રાંચે એક મહિલા સહિત 4 આરોપીને ઝડપ્યા

અમદાવાદ શહેરમાં આજે બે અલગ અલગ જગ્યાએથી લાખો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોલીસે 40 લાખથી વધુનું ડ્રગ્સ જપ્ત કરીને 2 મહિલા સહિત 7 આરોપીની ધરપકડ કરી છે. હાલ આ તમામ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. 

1 મહિલા સહિત 3 આરોપીની કરી ધરપકડ
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના રામોલમાંથી 37.66 લાખનું ડ્રગ્સ ઝડપાયું છે. રામોલ પોલીસ દ્વારા એક મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈના 3 લોકોની ધરપકડ કરી છે. રામોલ CTM એક્સપ્રેસ હાઈવે પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન એક કારની તપાસ કરવામાં આવતા કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે બાદ કારમાં સવાર એક મહિલા અને બે શખ્સોની કડક પૂછપરછ કરતા તેઓ મુંબઈથી MD ડ્રગ્સનો જથ્થો લઈને આવ્યા હોવાનું કબૂલ્યું હતું. 

પોલીસની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ તમામ પોલીસને શંકા ન જાય એટલા માટે મહિલાને સાથે રાખીને ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. તો મહિલા મુંબઈની જેલમાં રહેલા પતિને છોડાવવા ડ્રગ્સની હેરાફેરીમાં જોડાઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. હાલ પોલીસે આ ત્રણેયની વધુ પૂછપરછ હાથ ધરી છે.  

SOG ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીને ઝડપ્યા
આજે જ અમદાવાદના નાના ચિલોડા પાસેથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચે 3.16 લાખની કિંમતના 31.640 ગ્રામ MD ડ્રગ્સની સાથે એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે કાઝીમઅલી સૈયદ, શબ્બીરમીયા શેખ અને નઈમુદ્દીન સૈયદ નામના શખ્સોની ધરપકડ કરી છે, સાથે જ  SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિશાખા ઉર્ફે રિવોલ્વર રાની મેઘવાલ નામની એક યુવતીની પણ ધરપકડ કરી છે. આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવાનું હતું આ મામલે તમામની ક્રાઈમ બ્રાન્ચની ટીમ પૂછપરછ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ