બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 3 years of hard work and UPSC pass, Jainil from Savarkundla recounts the journey from struggle to success

પરિશ્રમ / 3 વર્ષથી આટલા કલાક મહેનત અને UPSC પાસ, સાવરકુંડલાના જૈનિલે સંઘર્ષથી સફળતા સુધીની જણાવી યાત્રા

Vishal Khamar

Last Updated: 05:51 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC દ્વારા લેવામાં આવતી PSC પરીક્ષાનું આજ રોજ પરિણામ જાહેર થતા સાવરકુંડલાનાં યુવાને મેદાન માર્યું છે. ત્યારે સાવરકુંડલાનાં યુવકે UPSC ફોરેસ્ટ સર્વિસમાં સમગ્ર દેશમાં 12 મો રેન્ક મેળવ્યો છે.

  • સાવરકુંડલાના યુવકે UPSCમાં બાજી મારી
  • બીજા પ્રયાસે UPSCની પરીક્ષા કરી પાસ
  • સમગ્ર દેશમાં મેળવ્યો 12 મો રેન્ક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કર્યું છે, ત્યારે સાવરકુંડલાના જૈનિલ દેસાઈએ UPSCમાં 12મો રેન્ક મેળવ્યો છે. સતત 8 કલાકની મહેનત સાથે જૈનિલે બીજા પ્રયાસમાં UPSC પાસ કરી છે, ત્યારે જૈનિકે VTV NEWS સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, હું છેલ્લા 3 વર્ષથી UPSCની તૈયારી કરતો હતો. રોજના 8 કલાકના વાચના સાથે મેં UPSC પાસ કરી છે. જેથી હવે મને ફોરેસ્ટ અને વાઈલ્ડ લાઈફ ક્ષેત્રમાં કામ કરવાની તક મળશે.

છેલ્લા ત્રણ વર્ષથી UPSC  માટે પ્રયાસ કરતો હતોઃ જૈનિલ દેસાઈ

આ બાબતે જૈનિલ દેસાઈએ જણાવ્યું હતું કે,  હું છેલ્લા ત્રણ વર્ષથી UPSC  માટે પ્રયાસ કરતો હતો. ત્યારે બીજા પ્રયાસમાં મારૂ સિલેક્શન થવા પામ્યું છે. 2020 માં મે ગ્રેજ્યુએશન સુરતની કોલેજમાંથી મિકેનીકલ એન્જીનીયરીંગરમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.  ત્યાર બાદ હું UPSC ની પરીક્ષાની જ તૈયારી કરતો હતો.  તેમજ મેં સિવિલ સર્વિસનું પણ ઈન્ટરવ્યું આપ્યું હતું. જેમાં હું અસફળ થયો હતો. અને આ ફોરેસ્ટ સર્વિસમાં હું 12 માં રેન્ક સાથે સફળ થયો છું.

રોજ 8 કલાકની મહેનતને સફળતા મળીઃ જૈનિલ દેસાઈ

વધુમાં જૈનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, જનરલી સાત થી આઠ કલાકનું ડેઈલી વાંચન હતું  મારૂ. અને મારા ઓબ્શનલ વિષય ફોરેસ્ટ્રી અને મેથેમેટીક્સ હતા. ત્યારે ફોરેસ્ટ્રીની ત્રણ ભાગમાં પરીક્ષા હોય છે. જેમાં   પ્રથમ ભાગમાં પ્રિલીમ પરીક્ષા હોય છે. જેમાં સફળ થયા બાદ તમે બીજા ભાગમાં  મેઈન પરીક્ષા આપી શકો છે અને બંને પરીક્ષામા ઉર્તીર્ણ થયા બાદ ત્રીજો ભાગ એટલે કે ઈન્ટરવ્યું માટે તેમને બોલાવવામાં આવે છે. આ ત્રણેય પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે અને ઓલ ઓવર વર્ષ દરમ્યાન ચાલે છે.  જેમાં પ્રિલીમ પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ હોય છે. મેઈન્સમાં લખવાનું હોય છે.  તેમજ ઈન્ટરવ્યુંમાં દિલ્હી ખાતે  UPSC  બોર્ડ દ્વારા ઈન્ટરવ્યું લેવામાં આવે છે. તે પ્રમાણે ડિટેઈલમાં પરીક્ષા તૈયારી કરવી પડે છે.  જે બુક્સ અલગ અલગ હોય છે તેમજ ઓનલાઈન રિસોર્સિસનો મેં ઉપયોગ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ