બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 24 carat gold tadka daal chef ranveer brar restaurant

OMG! / VIDEO: 24 કેરેટ સોનાથી વઘારેલી દાળ! શેફ રણવીર બરારના રેસ્ટોરન્ટમાં મળી રહી છે ખાસ દાળ, જાણો કિંમત

Arohi

Last Updated: 12:11 PM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

24 Carat Gold Tadka Daal: સોશિયલ મીડિયા પર સોનાની દાળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક શખ્સના હાથમાં બે કટોરી જોવા મળી રહી છે. એક કટોરીમાં દાળ છે તો બીજીમાં ઘી છે જેના પર 24 કેરેટ ગોલ્ડનો વઘાર કરવામાં આવ્યો છે. આ ડિશનું નામ 'દાલ કશ્કન' છે અને તેની કિંમત 58 દિરહમ એટલે કે લગભગ 1300 રૂપિયા છે.

દુનિયાભરમાં લોકો રોજ નવા-નવા એક્સપેરિમેન્ટ કરતા રહે છે. એક્સપેરિમેન્ટ વગર નવી જાણકારી, નવી શોધ, નવી ટેક્નીક, નવી વસ્તુઓ મળવી મુશ્કેલ છે. પરંતુ ભોજન સાથે એક્સપેરિમેન્ટ થોડુ ધ્યાન રાખીને કરવો જોઈએ. પરંતુ લોકો મેંગીમાં ભિંડા નાખીને, બિરિયાનીમાં આઈસક્રીમ નાખીને પણ ખાય છે. પરંતુ હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો દાળમાં 24 કેરેટ ગોલ્ડનો વઘાર કરીને ખાઈ રહ્યા છે. 

24 કેરેટ ગોલ્ડનો વઘાર 
સોશિયલ મીડિયા પર હાલ એક રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક શખ્સ પોતાના હાથોમાં એક નાનકડુ બોક્સ લઈને ઉભો છે. તેને જ્યારે તે ખોલે છે તો અંદર બે કટોરી જોવા મળે છે એક કટોરીમાં દાળ છે તો બીજામાં ઘી, જેના પર 24 કેરેટ ગોલ્ડનો વઘાર કર્યો છે. આ ડિશનું નામ 'દાલ કશ્કન' છે અને તેની કિંમત 58 દિરહમ એટલે કે લગભગ 1300 રૂપિયા છે. 

વીડિયોમાં રેસ્ટોરન્ટનો સર્વર ગ્રાહકને ડિશની ખાસિયત પણ જણાવી રહ્યો છે. વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર streetfoodrecipeના નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. સાથે જ કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો ફેમસ શેફ રણબીર બરારના દુબઈના રેસ્ટોરન્ટ કશ્કનનો છે.

વધુ વાંચો: Rajasthanનું અનોખુ મંદિર, જ્યાં થાય છે બુલેટની પૂજા અને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવે છે દારૂ

વીડિયોના ઈન્સ્ટાગ્રામ પર શેર થયા બાદ લોકોએ તેના પર મજેદાર કમેન્ટ પણ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું, "આ દાળ ખાઈને સવારે સોનાની ચેન નીકળશે." અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, "તો આને ખાવાની છે કે તિજોરીમાં મુકવાની છે?" અર્ણવ રોય નામના એક યુઝરે લખ્યું, "વ્યક્તિ દિવસેને દિવસે પાગલ થતો જઈ રહ્યો છે"

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ