બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 2008 serial blast case: Four wanted accused still absconding, informer to be given cash reward of so many lakhs, DGP announces

તજવીજ / 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ: ચાર વોન્ટેડ આરોપી હજુ ફરાર, બાતમીદારને અપાશે આટલા લાખનું રોકડ ઈનામ, DGPની જાહેરાત

Vishal Khamar

Last Updated: 09:44 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટે કેસમાં આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું. સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે. ફરાર આરોપીની બાતમી આપનારને ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

  • વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટનો મામલો
  • ફરાર આરોપીની બાતમી આપનારને ઇનામની જાહેરાત
  • કેસના ચાર વોન્ટેડ આરોપી હજુ ફરાર

 વર્ષ 2008 માં સીરીયલ બોમ્બ બ્લાસ્ટે કેસમાં આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું હતું.  સીરીયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો પણ આવી ગયો છે. ત્યારે ફરાર આરોપીની બાતમી આપનારને ઈનામની જાહેરાત કરવામાં આવી છે. બાતમીદારને રૂપિયા બે લાખ રોકડ ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હજુ આ કેસમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે. જે ફરાર છે. રાજ્યના ડીજીપી આશિષ ભાટીયા દ્વારા આરોપીઓને પકડવાની જાહેરાત કરી છે.

અમદાવાદમાં 2008ના એ બોમ્બ બ્લાસ્ટ જ્યારે અમદાવાદ આખું ધ્રુજી ઉઠ્યું હતું. તે દરેક અમદાવાદી ક્યારેય ભૂલી નહી શકે. જોકે આ કેસમાં હવે 14 વર્ષની લાંબી લડત બાદ આરોપીઓને કોર્ટ દ્વારા 38 આરોપીઓને સજા આપવામાં આવી છે જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. મહત્વનું છે કે 14 વર્ષ બાદ બોમ્બ બ્લાસ્ટનો ભોગ બનનાર પીડિતોના પરિવારને ન્યાય મળ્યો છે. 

11 દોષીતોને આજીવન કેદની સજા 
આ સીવાય 11 દોષીતો એવા છે કે જેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. તેઓ જ્યા સુધી જીવે ત્યા સુધી તેમને કેદની સજા આપવામાં આવી છે. મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સાથેજ જે લોકોને બ્લાસ્ટમાં ઈજા પહોચી હતી તેમને 50 હજારનું વળતર આપવું. તેમજ સામાન્ય ઈજા પહોચી હશે તેમને 25 હજારનું વળતર પણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. 

સરકારે કરી હતી કડક સજાની માંગ 
49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. જોકે રાજ્ય સરકારે દોષીતોને કડક સજા થાય તેવી માંગ કરી હતી. આ 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં, જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. 

આરોપીઓ વિરુદ્ધ કઈ કલમ?
ઇન્ડિયન પીનલ કોડ 1860 ની કલમ 120(બી), 121(એ),  124(એ), 153(ક)(૧)(ખ), 302, 307, 326, 435, 427, 465, 467, 471, 212 તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એકટ 1908 ની કલમ 3, 5, 6, 7 તથા અનલોફુલ એક્ટિવિટી પ્રિવેંશન એકટ 1967 ની કલમ   10, 13, 16, 18, 19, 20, 23, 38, 39, 40 તથા આર્મ્સ એકટ 1959 ની કલમ 25(1)(બી)(એ), 27 તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 2000 ની કલમ 65, 66 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ 1984 ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આખરે દોષીતોને મળી સજા 
9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારથી અત્યાર સુધી સજાનાં એલાન માંટે આ ચોથી સુનાવણી હતી જેમા આજે 38 આરોપીઓને ફાંસીની અને 11 આરોપીઓને આજીવન કેદની સજા આપી દેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ