બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 15 cattle died of Lumpy virus in Mangarol taluk of Surat

સાચવજો / સુરતના માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસે માર્યો ઉથલો: 15 પશુઓના મોતથી તંત્ર થયું દોડતું, કરાયું વેક્સિનેશન

Priyakant

Last Updated: 02:40 PM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lumpy Virus In Surat News: ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ, 5 જેટલા પશુઓના લંપી વાયરસને કારણે મોત, સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં

  • માંગરોળમાં લંપી વાયરસના કેસમાં વધારો
  • માંગરોળ તાલુકાના ગામોમાં સરવે શરૂ
  • 5 જેટલા પશુઓના લંપી વાયરસને કારણે મોત

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ તરફ પશુ ચિકિત્સકની ટીમ દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. 

સુરત જિલ્લામાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ માંગરોળ તાલુકામાં લંપી વાયરસના કેસમાં વધારો થયો છે. આ સાથે ડેગડીયા, વેરાકુઈ ગામમાં પશુઓમાં લંપી વાયરસ વકર્યો છે. જેને લઈ હવે પશુપાલન વિભાગ દ્વારા માંગરોળ તાલુકાના ગામોમાં સરવે શરૂ કરાયો છે. 

આરોગ્ય તંત્ર એક્શનમાં 
સુરત જિલ્લમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે હવે સ્થાનિક આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પશુ ચિકિત્સકની ટીમ દ્વારા કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ખાસ કરીને સંબંધિત વિસ્તારોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, વેરાકુઈ ગામમાં 15 જેટલા પશુઓના લંપી વાયરસને કારણે મોત થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ