બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 128 talukas of the state received 100 percent rainfall of the season, 4 talukas received less than 60 percent rainfall.

ગુજરાત / 128 તાલુકામાં 100 ટકા, તો 4 તાલુકામાં 60 ટકાથી ઓછો જ વરસાદ, ચોમાસું વહેતું થયું રાજ્યના જળાશયોની સ્થિતિ શું?

Dinesh

Last Updated: 06:25 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Update : રાજ્યના 31 જળાશયોમાં 50 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે જ્યારે રાજ્યના 71 જળાશયો સંપૂર્ણ પણે ભરાયા છે તો 14 જળાશયોમાં 98 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે

  • 128 તાલુકામાં સિઝનનો 100% વરસાદ  નોંધાયો 
  • 4 તાલુકામાં 60% થી ઓછો વરસાદ પડ્યો
  • સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડામાં 130.75 ઈંચ


રાજ્યના 128 તાલુકામાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. 4 તાલુકામાં 60% થી ઓછો વરસાદ પડ્યો છે. રાજ્યનાં 206 જળાશયોમાં કુલ જળસંગ્રહ 95.19% થયો છે. 31 જળાશયોમાં 50%થી ઓછો જળસંગ્રહ થયો છે. રાજ્યના 71 જળાશયો સંપૂર્ણ પણે ભરાયા છે. જ્યારે 14 જળાશયોમાં 98% થી વધુ જળસંગ્રહ થયો. સરદાર સરોવર 24.04 કરોડ લીટર જળસંગ્રહ સાથે 95.19% ભરાયો છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

જળસંગ્રહની સ્થિતિ
રાજ્યમાં જળસંગ્રહની સ્થિતિ વિશે વાત કરીએ તો ઉત્તર ઝોનમાં 15 ડેમમાં જળ સગ્રંહ 156760 છે, જેમાં 81.11 ટકા જળ જથ્છો છે.  મધ્યના 17 ડેમમાં 228189 જળસંગ્રહ છે જેમાં 97.89 ટકા છે. સૌરાષ્ટ્રમાં 141 ડેમમાં 212592માં કુલ જથ્થો 82.13 ટકા છે. અત્રે જણાવીએ કે, કુલ 207 ડેમમાં જળસંગ્રહ 1469578 છે જેમાં કુલ જથ્થો 93 ટકા છે.

Topic | VTV Gujarati

સૌથી વધુ અને સૌથી ઓછો વરસાદ
સિઝનમાં સૌથી વધુ વરસાદ કપરાડામાં 130.75 ઈંચ નોંધાયો છે જ્યારે ખેરગામમાં 104.75 ઈંચ, વિસાવદરમાં 98.75 ઈંચ, ઉમરગામમાં 90.75 ઈંચ તેમજ વાપીમાં 95 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારો સૌથી ઓછા વરસાદ વાળા પાંચ તાલુકાની વાત કરવામાં આવે તો દેત્રોજ-રામપુરમાં 12.25 ઈંચ જ્યારે બાવળામાં 13 ઈંચ આમોદમાં 14.50 ઈંચ ચાણસ્મામાં 14.50 ઈંચ ધોળકામાં 14.50 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ગુજરાતમાં વરસાદની હાલ કોઈ જ સિસ્ટમ એક્ટિવ નહીં, ક્યાંક ધીમીધારે તો ક્યાંય  છૂટોછવાયો વરસે તેવી શક્યતા/ ambalal forecast arrival of meghraja in gujarat  from today heat ...

ચોમાસાની વિદાય !
હવામાન વિભાગના જણાવ્યાનુસાર 25 સપ્ટેમ્બરથી ચોમાસાએ વિદાય લેવાની શરૂ કરી દીધી છે. હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં થઈ રહેલા હવામાનના ફેરફારના કારણે તા. 12થી 20 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે. આ સમય દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. રાજ્યમાં 12 થી 20 ઓક્ટોબરની વચ્ચે પણ આવો માહોલ સર્જાશે.  

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ