બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / 10 best summer vegetables to control blood sugar level

ડોક્ટરનો દાવો / ગરમીમાં મનફાવે તેમ ખાજો આ 10 શાક, એક પોઈન્ટ પણ ઉપર નહીં ચઢે બ્લડ સુગર, શરીર રહેશે સારું

Hiralal

Last Updated: 04:50 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરમીની સિઝનમાં ડાયાબિટીસના દર્દીઓને 10 શાકભાજી ખાવાનો મોટો લાભ મળી શકે છે તેવું એક મોટા ડોક્ટરે કહ્યું છે.

  • ગરમીની સિઝનમાં 10 શાક ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન 
  • ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઇબર જરૂરી 
  • કારેલા, કાકડી, ફૂલાવર, પાલકનું સેવન ખૂબ લાભદાયી 

ઉનાળાની ઋતુ બધાને તૌબા પોકરાવે છે અને તેમાંય ડાયાબિટીસના દર્દીઓ માટે તે વધુ જોખમી સાબિત થાય છે. લાંબા દિવસો, આકરો તાપ, પરસેવો, ગરમ હવા તમારા શરીરને ખરાબ અસર કરી શકે છે અને બ્લડ સુગરને બગાડે છે. ઉનાળાની ઋતુમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે હાઇડ્રેટેડ રહેવું તેમજ હેલ્ધી ડાયટ લેવો ખૂબ જરુરી છે સાથે સ્ટાર્ચયુક્ત ફૂડથી બચવું અને વધુ ફાઈબર અને પાણીની વસ્તુઓનું સેવન કરવું જરૂરી છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઇબર જરૂરી 
ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન અને ફેટ ટુ સ્લિમ ડિરેક્ટર શિખા અગ્રવાલ શર્માના જણાવ્યા અનુસાર, જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો તમારે આ ઋતુમાં પાણી, નાળિયેર પાણી, લીંબુ અને સલાડ સાથે શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ. શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાઇબર જરૂરી છે. 10 એવી શાકભાજી છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે બ્લડ સુગરને સારી રીતે કન્ટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા શાકભાજી કેલરી ઓછી હોય છે, પાણી અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે.

કારેલા 
કારેલા કડવા હોય છે પરંતુ તે એન્ટિઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. તે બ્લડમાં શુગર ઘટાડવાની અસરો અને ઇન્સ્યુલિન જેવા સંયોજનો ધરાવે છે, જે તમારા બ્લડમાં શુગરને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનો રસ અમૃત ગણાય છે, જેને તમે સવારે લઈ શકો છો.

 બ્રોકોલી
પોષક તત્વોથી ભરપૂર બ્રોકોલી ફાઇબરનો મજબૂત સ્ત્રોત છે અને તેથી જ આ શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. બ્રોકોલીમાં સુલ્ફોરાફેન્સ જોવા મળે છે, જે કોશિકાઓને નુકસાનથી બચાવે છે.

શતાવરી 
શતાવરી એક નોન-સ્ટાર્ચી શાક છે જેમાં કેલરી ખૂબ ઓછી અને ફાઇબરની માત્રા વધુ હોય છે. તે ગ્લુટાથિઓન નામના એન્ટિઓક્સિડેન્ટનો એક મહાન સ્રોત છે, જે સુગરને નિયંત્રિત કરવા અને ઈન્સ્યુલિનનું ઉત્પાદન વધારવાનું કામ કરે છે.

ફૂલાવર 
ફૂલાવરમાં પ્રોટીન, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ શાકભાજીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. આ સિવાય તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય તો તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે.

પાલક
આ પાંદડાવાળા શાકભાજીમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે અને કેલરી ખૂબ ઓછી હોય છે. તેમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે, જે લોહીના પ્રવાહને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરે છે.

ટમાટાં 
ટામેટાંનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટની માત્રા હૃદયને સ્વસ્થ રાખવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારમાં સહાયક છે. 

કોળું, લીલા બીન્સ અને કાકડી
આ સિવાય તમે વધારે કોળું, લીલા બીન્સ અને કાકડીનું સેવન કરી શકો છો, આ તમામ બ્લડ સૂગરને નિયંત્રિત કરવામાં તમારી ખૂબ મદદ કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ