બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 05:19 PM, 30 December 2023
ADVERTISEMENT
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા યૂઝર્સ માટે સરકાર નવો નિયમ લઈને આવી છે. આ નિયમ અનુસાર જો તમે એક નાનકડી ભૂલ કરી દીધી તો તમારાં ફેસબુક, ઈંસ્ટાગ્રામ સહિત અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ પરમનેન્ટ ડિલીટ થઈ જશે. આ નવો નિયમ સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનન અંગે કરવામાં આવેલી અપીલ બાદ લાગૂ કરવા જઈ રહી છે. નિયમાનુસાર યૂઝરને સૂચિત કર્યા વગર જ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવશે.
એક ભૂલ અને ઊડી જશે એકાઉન્ટ
સરકારનાં આ નવા નિયમ અનુસાર જે યૂઝર્સે છેલ્લાં 3 વર્ષોમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનો ઉપયોગ એકવાર પણ નથી કર્યો અથવા તો એ એકાઉન્ટની મદદથી કોઈ પોસ્ટ નથી કરી એ તમામ એકાઉન્ટને સરકાર હંમેશા માટે બંધ કરી શકે છે. સોશિયલ મીડિયાને લઈને બનાવવામાં આવેલા આ નિયમને ઈકોમર્સ કંપનીઓ, ઓનલાઈન માર્કેટપ્લેસ, ગેમિંગ કંપનીઓ અને તમામ સોશિયલ મીડિયા કંપનીઓ પર પણ લાગૂ કરવામાં આવી શકે છે. આ પગલાથી ભારતમાં નંબર ઑફ યૂઝર્સનો આંકડો પણ મળી આવશે.
ADVERTISEMENT
કયાં યૂઝર્સને નુક્સાન થશે?
સરકારનાં આ નિયમથી એ યૂઝર્સને સૌથી વધુ નુક્સાન થશે જે મહિનાઓ સુધી પોતાનું એકાઉન્ટ ઓપન નથી કરતાં. કેટલાક લોકો તો પોતાના જૂના એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જાય છે પરિણામે નવો એકાઉન્ટ બનાવી લે છે. જો તમે પણ આવા એકાઉન્ટ બનાવ્યાં છે તો જાણી લેજો કે તમારું જૂનું ઈનએક્ટિવ એકાઉન્ટ સરકાર દ્વારા ડિલીટ કરી દેવામાં આવશે.
સોશિયલ મીડિયા કંપનીઓની સલાહ બાદ નિર્ણય
સરકારનાં એક અધિકારીએ જાણકારી પી હતી કે સોશિયલ મીડિયા કંપનીઓની તરફથી સરકારને ફીડબેક મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે Law enforcement agency બંધ પડેલા એકાઉન્ટનાં આંકડાઓ એકત્રિત કરવા ઈચ્છે છે જેમના એકાઉન્ટ છેલ્લાં 3 વર્ષોથી બંધ સ્થિતિમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.