બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / worst password of 2023 nordpass report list of weak passwords

જાણવા જેવું / આ છે વર્ષ 2023ના સૌથી ખરાબ પાસવર્ડ્સ, જે 1 સેકન્ડથી પણ ઓછાં સમયમાં થઇ જાય છે હેક

Arohi

Last Updated: 02:57 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Worst Password Of 2023: પાસવર્ડ સિલેક્ટ કરતા પહેલા ખૂબ જ ધ્યાન રાખવું પડે છે.  હાલમાં વર્ષ 2023ના સૌથી ખરાબ પાસવર્ડ્સની લિસ્ટ સામે આવી છે. જે 1 સેકેન્ડથી પણ ઓછા સમયમાં હેક થઈ જાય છે.

  • આ છે સૌથી ખરાબ પાસવર્ડ્સ 
  • જે 1 સેકેન્ડમાં થઈ જાય છે હેક 
  • તમે તો નથી રાખ્યાને આવા પાસવર્ડ્સ 

ડિજિટલ વર્લ્ડમાં તમારી પર્સનલ લાઈફ પાસવર્ડ્સની પાછળ છુપાયેલી હોય છે. જો તમે પોતાની માટે કમજોર પાસવર્ડ સેટ કરશો તો તમારા 'ડિજિટલ ઘર'માં ચોરી થઈ શકે છે. એવામાં અમે તમારા માટે એક ખબરા પાસવર્ડની લિસ્ટ લઈને આવ્યા છીએ. જે વર્ષ 2023માં લોકોએ ઉપયોગમાં લીધા છે. 

નબળા પાસવર્ડ થઈ શકે છે ક્રેક 
જો તમારૂ તાળુ કમજોર હશે તો ચોરીનો ડર વધારે રહે છે. એવું જ ડિજિટલ વર્લ્ડમાં પણ છે. જો પાસવર્ડ નબળો હશે તો હેકર્સ સરળતાથી તેને ક્રેક કરી શકે છે. ત્યાર બાદ યુઝર્સને ઘણા પ્રકારના ખતરાનો સામનો કરવો પડી શકે છે. 

1 સેકેન્ડમાં હેક થઈ શકે છે આ પાસવર્ડ
પાસવર્ડની જે લિસ્ટ આવી છે તેમાં 123456, 1234567890, Admin, 12345678, 12345678, 1234, 12345, 123, Aa123456ને એક સેકેન્ડથી પણ ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. 

ઘણા લોકો રાખે છે આવા પાસવર્ડ
UNKNOWNને ક્રેક કરવામાં 17 મિનિટ સુધીનો સમય લાગે છે. 123123, 1234567, 111111, Password, 12345678910, 000000ને એક સેકેન્ડથી પણ ઓછામાં ક્રેક કરી શકાય છે. 

આ પાસવર્ડ ક્રેક કરતા લાગે 11 સેકેન્ડ 
admin123ને ક્રેક કરવામાં 11 સેકેન્ડનો સમય લાગે છે. user, 1111, P@ssword, root, 654321, qwertyને 1 સેકેન્ડથી ઓછા સમયમાં ક્રેક કરી શકાય છે. 

આ પાસવર્ડ 5 મિનિટમાં થાય છે ક્રેક 
Pass@123ને ક્રેક કરવામાં 5 મિનિટ લાગે છે. 1122,33, *****, ****, 102030, ubntને ક્રેક કરવામાં 1 સેકેન્ડનો સમય લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ