ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાન-અમેરિકા વચ્ચે ઘટ્યાં ક્રૂડ ઓઇલના ભાવ, શું ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ?

વિશ્વ / ઈરાન-અમેરિકા વચ્ચે ઘટ્યાં ક્રૂડ ઓઇલના ભાવ, શું ઘટી જશે પેટ્રોલ-ડીઝલના ભાવ?

Published By: Priykant Shrimali

Last Updated: 10:19 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol Diesel Price : ભારત વી આયાત આધારિત અર્થવ્યવસ્થાઓ માટે આ ઘટાડો સકારાત્મક સંકેત આપી શકે છે. ભારત તેની કુલ તેલ જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, એટલે વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાથી આયાત ખર્ચ ઓછો થઈ શકે છે.

ADVERTISEMENT

Petrol Diesel Price : વૈશ્વિક રાજકારણ અને ઊર્જા બજાર વચ્ચેનો સંબંધ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં તાજેતરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, ઈરાન સાથે કોઈ સમજૂતી થઈ શકે છે, જોકે હોર્મુઝ જળમાર્ગ પર તણાવ યથાવત છે.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયાએ જૂન મહિનામાં એશિયા માટેના ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Saudi Aramco દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ, એશિયન બજારમાં ‘આરબ લાઇટ’ ક્રૂડ ઓઈલનું પ્રીમિયમ અગાઉના $19.50 પ્રતિ બેરલથી ઘટાડીને $15.50 કરવામાં આવ્યું છે. આ ઘટાડો હોવા છતાં, ભાવ હજુ પણ ઇતિહાસના ઊંચા સ્તર નજીક ગણાય છે.

વૈશ્વિક સ્તરે સપ્લાય વધારવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે. OPEC+ દેશોએ જૂન મહિનામાં દરરોજ આશરે 1.88 લાખ બેરલ ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી બજારમાં પુરવઠો વધશે, જે લાંબા ગાળે ભાવને સ્થિર રાખવામાં મદદરૂપ બની શકે છે. વિભાગીય દરોની વાત કરીએ તો, જુદા જુદા ગ્રેડના ક્રૂડ માટે અલગ-અલગ પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યા છે. સુપર લાઇટથી લઈને હેવી ગ્રેડ સુધી. આ ભાવ ઓમાન-દુબઈ સરેરાશ અને વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ પર આધારિત છે.

ભારત માટે શું અર્થ?

ભારત વી આયાત આધારિત અર્થવ્યવસ્થાઓ માટે આ ઘટાડો સકારાત્મક સંકેત આપી શકે છે. ભારત તેની કુલ તેલ જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, એટલે વૈશ્વિક ભાવમાં ઘટાડો થવાથી આયાત ખર્ચ ઓછો થઈ શકે છે. તેની સીધી અસર પરિવહન ખર્ચ, માલવાહક ખર્ચ અને અંતે સામાન્ય વસ્તુઓના ભાવ પર પડી શકે છે.

આ પણ વાંચો : પ્રથમવાર બંગાળમાં ભાજપની જીત પર USથી આવી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

તો શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવ સીધા અને તરત ઘટે એવું જરૂરી નથી. ભારતમાં ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય પરિબળો પણ અંતિમ ભાવ નક્કી કરે છે. જો ક્રૂડના ભાવ લાંબા સમય સુધી ઓછા રહે અને સરકાર પણ ટેક્સમાં રાહત આપે, તો ગ્રાહકોને રાહત મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Aramco pricing Asia Iran US conflict oil impact crude oil price drop

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ