ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પ્રથમવાર બંગાળમાં ભાજપની જીત પર USથી આવી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

વિશ્વ / પ્રથમવાર બંગાળમાં ભાજપની જીત પર USથી આવી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું

Published By: Bijal Vyas

Last Updated: 08:54 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંગાળમાં ભાજપની જીત બદલ પીએમ મોદીને અભિનંદન આપ્યા. ભાજપે બંગાળમાં 207 બેઠકો પર જીત મેળવી છે.

ADVERTISEMENT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંગાળમાં ભાજપની શાનદાર જીત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના પ્રવક્તા કુશ દેસાઈએ જણાવ્યું હતું કે, "ગયા મહિને જ, એક ફોન કોલ દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, ભારત ભાગ્યશાળી છે, જેનુ નેતૃત્વ તમે કરી રહ્યા છો. રાષ્ટ્રપતિએ આ તાજેતરની, ઐતિહાસિક અને નિર્ણાયક ચૂંટણી જીત પર વડા પ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા છે."

બંગાળ જીત પર પીએમ મોદીનું રિએક્શન

પશ્ચિમ બંગાળમાં ભાજપે શાસક તૃણમૂલ કોંગ્રેસના પરંપરાગત ગઢમાં પ્રવેશ કર્યો અને શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં તેનો ટેકો વધાર્યો. આ જીત સાથે, ભાજપ પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવશે. બંગાળમાં વિજયની ઘોષણા બાદ નવી દિલ્હીમાં સમર્થકોને સંબોધતા, પીએમ મોદીએ તેને રાજ્ય માટે એક નવા યુગની શરૂઆત તરીકે બિરદાવી.

BJP-ABHIYAN

તેમણે જણાવ્યું હતું કે, આ જનાદેશ બંગાળને ભયમુક્ત, વિકાસ અને વિશ્વાસથી ભરપૂર બનાવવા તરફ એક નિર્ણાયક પગલું છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું, "દશકોની રાહ હવે પૂરી થઈ ગઈ છે, અને લોકોએ ભાજપને તે વિઝનને સાકાર કરવાની તક આપી છે."

બંગાળ રિઝલ્ટ પર દુનિયાભરની મીડિયાનું રિએક્શન

તુર્કી અને બ્રિટન સહિત વિશ્વભરના મીડિયા આઉટલેટ્સે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઐતિહાસિક વિજય પર પ્રતિક્રિયા આપી છે. વૈશ્વિક મીડિયાએ આ પરિણામને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાજનીતિક વિસ્તાર અને વિપક્ષ માટે મોટો આંચકો ગણાવ્યો હતો. મીડિયાએ તેને વડા પ્રધાન મોદીની સૌથી પડકારજનક જીત ગણાવી હતી.

એક્સપર્ટનું કહેવુ છે કે, આ પરિણામ સત્તા વિરોધી લહેર અને ભાજપની વધુ અસરકારક ઝુંબેશ બંનેનું પરિણામ છે. એક મેગેઝિન રિપોર્ટન અનુસાર, સેન્ટર ફોર પોલિસી રિસર્ચે તેને પાર્ટી નેતૃત્વ દ્વારા સાત વર્ષના પ્રોજેક્ટનું પરિણામ ગણાવ્યું.

આ પણ વાંચોઃ ઈરાનનો UAE પર બીજા દિવસે પણ ભીષણ હુમલો: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા

ન્યૂઝ એજન્સીએ લખ્યું, "નરેન્દ્ર મોદીની પાર્ટીએ મોટી જીત નોંધાવી છે. આનાથી યુનિફોર્મ સિવિલ કોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવી તેની મુખ્ય નીતિઓને વધુ વેગ મળી શકે છે. 2029ની લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ભાજપ માટે આ સારા સમાચાર છે." જર્મન બ્રોડકાસ્ટર DW એ લખ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપ પહેલીવાર રાજ્યમાં સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengal BJP Win congratulates pm modi Donald Trump

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ