ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / ઈરાનનો UAE પર બીજા દિવસે પણ ભીષણ હુમલો: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા

વિશ્વ / ઈરાનનો UAE પર બીજા દિવસે પણ ભીષણ હુમલો: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા

Published By: Pravin Joshi

Last Updated: 11:55 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વિરામની આશાઓને મોટો ફટકો પડ્યો છે. ઈરાન દ્વારા સતત બીજા દિવસે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે.

ADVERTISEMENT

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વિરામની આશાઓને મોટો ફટકો પડ્યો છે. ઈરાન દ્વારા સતત બીજા દિવસે સંયુક્ત આરબ અમીરાત (UAE) ને નિશાન બનાવવામાં આવતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ છે. UAE ના સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે મંગળવારે રાત્રે ઈરાન તરફથી અનેક બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી, જેને રોકવા માટે એર ડિફેન્સ સિસ્ટમ સતત કાર્યરત છે. અબુ ધાબીના આકાશમાં સંભળાયેલા વિસ્ફોટોના અવાજો વાસ્તવમાં ઈરાની ડ્રોન અને મિસાઈલોને હવામાં જ નષ્ટ કરવાના હતા.

આ અગાઉ સોમવારે થયેલા હુમલામાં ઈરાને 15 મિસાઈલો અને 4 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. જોકે UAE ની ટેકનોલોજીએ મોટાભાગના હુમલા નિષ્ફળ બનાવ્યા હતા, પરંતુ ફુજૈરાહ ઓઈલ ઇન્ડસ્ટ્રી ઝોનમાં ડ્રોન ત્રાટકતા ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કામ કરી રહેલા ત્રણ ભારતીય નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તે જ સમયે, હોર્મુઝની સામુદ્રધુનીમાં પસાર થઈ રહેલા એક ખાલી ઓઈલ ટેન્કર પર પણ ઈરાને હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે પ્રયત્નશીલ હતું.

આ પણ વાંચો: 8મા પગાર પંચને લઈને મોટું અપડેટ, 283 ટકા વધી શકે કર્મચારીઓનો પગાર

બીજી તરફ, ઈરાન સરકાર આ હુમલાઓ પર મૌન સેવી રહી છે પરંતુ આડકતરી રીતે અમેરિકાની સૈન્ય ગતિવિધિઓને જવાબદાર ઠેરવી રહી છે. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ ઈરાની નૌકાદળને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હવે ઈરાન માત્ર નાની નૌકાઓ સુધી મર્યાદિત રહી ગયું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનના પરમાણુ મિશનને કોઈ પણ સંજોગોમાં સફળ થવા દેવામાં આવશે નહીં અને ઈરાન અત્યારે માત્ર પોતાનું અસ્તિત્વ બચાવવા માટે વલખાં મારી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Iran MiddleEastCrisis UAE

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ