ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 8મા પગાર પંચને લઈને મોટું અપડેટ, 283 ટકા વધી શકે કર્મચારીઓનો પગાર

નેશનલ / 8મા પગાર પંચને લઈને મોટું અપડેટ, 283 ટકા વધી શકે કર્મચારીઓનો પગાર

Published By: Jinal Chauhan

Last Updated: 02:58 PM, 5 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો 7મા પગાર પંચની વાત કરીએ તો તેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું જેના કારણે લઘુત્તમ મૂળ પગાર ₹18,000 અને મહત્તમ ₹2,50,000 હતો. હવે 8મા પગાર પંચ માટે 3.83 ફેક્ટરનો પ્રસ્તાવ છે જેના કારણે લઘુત્તમ મૂળ પગાર લગભગ ₹68,940 થઈ શકે છે.

ADVERTISEMENT

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા પગાર પંચ અંગે એક મોટી માહિતી સામે આવી છે. નેશનલ કાઉન્સિલ (JCM) ના સ્ટાફ સાઇડે સરકારને એક આવેદન આપીને 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે. જો આ માંગ મંજૂર થાય છે તો કર્મચારીઓના લઘુત્તમ મૂળ પગાર અને પેન્શનમાં લગભગ 283% સુધીનો મોટો વધારો થઈ શકે છે.

શું છે ફિટમેન્ટ ફેક્ટર?

ફિટમેન્ટ ફેક્ટર એ એવો ગુણાંક છે જેના આધારે હાલના મૂળ પગારને ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે. 7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો. હવે JCM એ તેને વધારીને 3.83 કરવાની માંગ કરી છે. જો આ માંગ મંજૂર થાય તો હાલનો લઘુત્તમ મૂળ પગાર ₹18,000 × 3.83 કરીને ₹68,940 થઈ જશે. તેવી જ રીતે લઘુત્તમ પેન્શન ₹9,000 થી વધીને ₹34,470 થઈ શકે છે. એટલે પગાર અને પેન્શનમાં લગભગ 283% સુધીનો વધારો થઈ શકે છે. પરંતુ આ માત્ર કર્મચારીઓની માંગ છે, અંતિમ નિર્ણય સરકાર કરશે.

શું સાચ્ચે જ 283% વધારો મળશે?

283% જેટલો વધારો મળવાની વાત હાલ ચર્ચામાં છે, પરંતુ વાસ્તવમાં એવું થવાની શક્યતા ઓછી છે. અગાઉના અનુભવ મુજબ સરકાર સામાન્ય રીતે કર્મચારીઓની માંગ કરતાં ઓછો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે. નિષ્ણાતોના અંદાજ મુજબ સરકાર 1.8 થી 2.86 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર આપી શકે છે. તેથી વાસ્તવિક પગાર વધારો લગભગ 13% થી 35% વચ્ચે હોઈ શકે છે, 283% નહીં. તેમ છતાં, આ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ વધારો ગણાશે.

કર્મચારીઓની અન્ય મુખ્ય માંગ શું છે?

કર્મચારીઓએ અન્ય કેટલીક મુખ્ય માંગો પણ રાખી છે જેમ કે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ફરી શરૂ કરવી, પગાર સ્તરોને ઘટાડીને માત્ર 7 લેવલ કરવી હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) 30% કરવું, વાર્ષિક ઇન્ક્રિમેન્ટ 3% થી વધારીને 6% કરવું અને 30 વર્ષની સેવામાં ઓછામાં ઓછા 5 પ્રમોશન સુનિશ્ચિત કરવું. આ તમામ માંગો પર સરકારનો અંતિમ નિર્ણય હજી બાકી છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ બંગાળમાં મુખ્યમંત્રીનો નિર્ણય કરવા પોતે જશે અમિત શાહ, આસામની જવાબદારી આ નેતાને સોંપાઈ

8મા પગાર પંચની જાહેરાત જાન્યુઆરી 2025માં કરવામાં આવી હતી. તેની ઓફિશીયલી રચના 3 નવેમ્બર 2025ના રોજ થઈ હતી. આ પંચને પોતાનો રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આશા છે કે તેની ભલામણો 1લી જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવશે ભલે તેને અમલમાં આવવામાં થોડી વિલંબ થાય. અંદાજ મુજબ કર્મચારીઓને વધારાનો પગાર અને પેન્શન 2027ના અંત સુધી અથવા 2028ની શરૂઆત સુધી મળવા લાગી શકે છે.

7મા અને 8મા પગાર પંચની તુલના કરીએ તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો જેના કારણે લઘુત્તમ મૂળ પગાર ₹18,000 અને મહત્તમ ₹2,50,000 હતો. જ્યારે 8મા પગાર પંચ માટે 3.83 ફેક્ટરનો પ્રસ્તાવ છે જેના આધારે લઘુત્તમ પગાર લગભગ ₹68,940 થઈ શકે છે. જોકે નિષ્ણાતોના અંદાજ મુજબ વાસ્તવિક ફેક્ટર લગભગ 2.86 આસપાસ હોઈ શકે છે જેમાં લઘુત્તમ પગાર લગભગ ₹51,480 સુધી બની શકે છે.

પેન્શનર્સને ફાયદો થશે?

હા, 8મા પગાર પંચનો લાભ પેન્શનધારકોને પણ મળશે. તેની ભલામણો તમામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર ધારકો પર સમાન રીતે લાગુ કરવામાં આવશે. જે ફિટમેન્ટ ફેક્ટરથી હાલના કર્મચારીઓનો પગાર વધશે,તે જ ફેક્ટરથી પેન્શન પણ વધશે. સાથે જ શક્ય છે કે 1 જાન્યુઆરી 2026થી અસર માનવામાં આવે અને તે સમયથી બાકી રહેલા પૈસા (એરિયર્સ) પણ આપવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

salary increase fitment factor pension hike

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ