બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Women who consume excessive alcohol have higher risk of heart disease

હેલ્થ / 4,00,000 લોકોનો સર્વે: 'દિલ' ખોલીને દારૂ પીનારા ચેતજો, રિસર્ચમાં સામે આવ્યું હૈયું બેસી જાય તેવું કારણ

Vishal Dave

Last Updated: 05:36 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાથી એક અભ્યાસ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ દરરોજ એકથી વધુ ડ્રિંક પીવે છે તેમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ 50% વધી જાય છે.

પુરૂષો કરતાં સ્ત્રીઓ ઓછો દારૂ પીવે છે એ હકીકત હવે ભૂતકાળ બની ગઈ છે. આજની જીવનશૈલીમાં સ્ત્રી અને પુરૂષ બંને ખુલ્લેઆમ આલ્કોહોલનું સેવન કરે છે, પરંતુ શું તમે જાણો છો કે જે મહિલાઓ દારૂનું વધુ સેવન કરે છે તેમને હૃદય રોગનો ખતરો 50% વધી જાય છે. હા, એક અભ્યાસમાં આ વાત સામે આવી છે.

 

 

તમે સાંભળ્યું જ હશે કે પીનારને પીવા માટે બહાનાની જરૂર હોય છે. પછી તે ઘરની પાર્ટીનું બહાનું હોય, મિત્રો સાથે ફરવાનું બહાનું હોય કે પછી દિવસભરના થાક અને તાણમાંથી છૂટકારો મેળવવાનું બહાનું હોય. આજે માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ખૂબ જ દારૂનું સેવન કરે છે. આવી સ્થિતિમાં અમેરિકાથી એક અભ્યાસ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓ દરરોજ એકથી વધુ ડ્રિંક પીવે છે તેમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ 50% વધી જાય છે. ચાલો જાણીએ શું કહે છે અભ્યાસ.

4 લાખથી વધુ લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો

તાજેતરમાં, અમેરિકામાં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ દરરોજ એક કરતા વધુ ડ્રિંકનું સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ વધારે છે. આ અભ્યાસમાં 18 થી 65 વર્ષની વયના 4 લાખ 32 હજાર 265 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમને પહેલા ક્યારેય હૃદય સંબંધિત કોઈ બિમારી ન હતી. આવી સ્થિતિમાં સંશોધકોએ ચેતવણી આપી છે કે હૃદયને સ્વસ્થ રાખવા માટે સંતુલિત માત્રામાં જ આલ્કોહોલનું સેવન કરવું જોઈએ.

અભ્યાસમાં સામે આવ્યા પ્રમાણે આટલું જોખમ 

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ દરરોજ એક કરતાં વધુ ડ્રિંક પીવે છે તેમને હૃદય રોગનું જોખમ 33 થી 51 ટકા વધારે છે. બીજી તરફ  જે મહિલાઓ ક્યારેક-ક્યારેક વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરે છે, તેમાં આ જોખમ 68 ટકા જેટલું વધારે હતું. આ સિવાય ક્યારેક-ક્યારેક વધારે દારૂ પીનારા પુરુષોમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પણ 33 ટકા વધારે જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ વધારે કામ કરવાથી શારીરિકની સાથે મેન્ટલ હેલ્થને પણ થાય છે નુકસાન

શું આલ્કોહોલ ફાયદાકારક છે કે હાનિકારક?

જો જોવામાં આવે તો, આલ્કોહોલનું સેવન તમારા હૃદય પર સારી અને ખરાબ બંને અસર કરી શકે છે. કેટલાક અભ્યાસોએ દર્શાવ્યું છે કે રેડ વાઈનનું સંયમિત સેવન હૃદય માટે ફાયદાકારક છે, કારણ કે તેમાં રેઝવેરાટ્રોલ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. અભ્યાસના મુખ્ય લેખક ડો. જમાલ એસ. રાણા કહે છે, "લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે આલ્કોહોલ હૃદય માટે ફાયદાકારક છે, પરંતુ હવે ઘણા અભ્યાસો આ માન્યતાને પડકારી રહ્યા છે. તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. બ્લડ પ્રેશર શરીરને નુકસાન પહોંચાડે છે." તે તમારી સ્થૂળતા પણ વધારી શકે છે, જ્યારે હૃદય રોગનું જોખમ ઘણા અભ્યાસોમાં પહેલાથી જ બહાર આવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ