બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Wing Commander Congratulations was given a promotion

પ્રમોશન / બાલાકોટ એરસ્ટ્રાઈકના હિરો અભિનંદનને મળ્યું મોટું સન્માન, હવે આ પદ પર બજાવશે ફરજ

Ronak

Last Updated: 06:22 PM, 3 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાલાકોટ એર સ્ટ્રાઈકના હિરો વિંગ કમાન્ડર અભિંનદનને પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમા હવે તેમને વિંગ કમાન્ડરને બદલે ગ્રુપ કેપ્ટનનું પદ આપવામાં આવ્યું છે.

  • વિંગ કમાન્ડર અભિનંદનને પ્રમોશન આપવામાં આવ્યું 
  • વિંગ કમાન્ડરને બદવે હવે તેઓ બન્યા ગ્રુપ કેપ્ટન 
  • બાલાકોટ એરસ્ટ્રાઈકના હિરો છે અભિનંદન 

બાલાકોટ એર સ્ટ્રાઈકના હિરો એટલે કે વિંગ કમાન્ડર અભિનંદનને પ્રમોશન આપવામાં આવ્યુછે. હવે તેમને વિંગ કમાન્ડરની જગ્યાએ ગ્રુપ કેપ્ટનનું પદ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે વિંગ કમાન્ડર અભિનંદનને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું છે. હાલ તેમને પ્રમોશન આપ્યા બાદ વાયુસેના પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

અમેરિકાનું F-16 વિમાન પાડી દીધું હતું 

પુલવામામાં જ્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો તે સમયે ભારતના 40 જેટલા જવાનો શહીદ થયા હતા. જેને લઈને સરકાર દ્વારા આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને બીજા દિવસે હરકતમાં આવ્યું હતુ, જેમા વિંગ કમાંન્ડર અભિનંદને પાકિસ્તાનું F-16 વિમાન પાડી દીધું હતું. 

પાકિસ્તાની સેનાએ કરી હતી ધરપકડ 

જોકે તે સમયે વિંગ કમાન્ડર અભિનંદનનું પ્લેન પણ ક્રેશ થયું હતું જેથી તેઓ પેરાશૂટ દ્વારા પાકિસ્તાનમાં ઉતર્યા હતા. જ્યા પાકિસ્તાની સેનાએ તેમની ધરપકડ કરી લીધી હતી. જોકે આ મામલે સરકાર દ્વારા પાકિસ્તાન સાથે વાત કરીને તેમને પરત છોડાવી લેવામાં આવ્યા હતા. તે સમયે દેશમાં લોકો ઉત્સવ પણ મનાવ્યો હતો. 

વિંગ કમાન્ડરને બદલે બન્યા ગ્રુપ કેપ્ટન 

ઉલ્લેખનીય છે કે જે તે સમયે પાકિસ્તાન સાથે વાત કરીને સરકાર દ્વારા વિંગ કમાન્ડર અભિનંદનને છોડાવામાં આવ્યા હતા. જોકે હવે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે જેથી તેઓ વિંગ કમાન્ડરની જગ્યાએ હવે ગ્રુપ કમાન્ડર બની ગયા છે. જેથી વાયુસેનામાં પણ હાલ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ