બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Politics / Will another Congress government fall? BJP preparing to play again

હિમાચલ પ્રદેશ / શું કોંગ્રેસની વધુ એક સરકાર પડી જશે? ફરી ખેલ કરવાની તૈયારીમાં ભાજપ, CMએ કહ્યું મેં નથી આપ્યું રાજીનામું

Priyakant

Last Updated: 02:33 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Himachal Pradesh Political Crisis Latest News : ભારતીય જનતા પાર્ટી (BJP) કોઈપણ સમયે ઓપરેશન લોટસ ચલાવીને સરકારને ઉથલાવી શકે છે, જોકે આ બધુ તે એટલું સરળ પણ નથી જેટલું કહેવામાં આવી રહ્યું છે

Himachal Pradesh Political Crisis : લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. અનેક દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ બધાની વચ્ચે હવે હિમાચલ પ્રદેશથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા માટે મતદાનનું પરિણામ બાદ હવે રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) કોઈપણ સમયે ઓપરેશન લોટસ ચલાવીને સરકારને ઉથલાવી શકે છે. જોકે આ બધુ તે એટલું સરળ પણ નથી જેટલું કહેવામાં આવી રહ્યું છે. 

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે તેના વરિષ્ઠ નેતા અને સુપ્રિમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવીને રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. તોભાજપે કોંગ્રેસના મજબૂત નેતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના નજીકના હર્ષ મહાજનને મેદાનમાં ઉતાર્યા હતા. અહીં કોંગ્રેસ પાસે સંપૂર્ણ સંખ્યા હતી અને અભિષેક મનુ સિંઘવીની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. મતદાનના એક દિવસ પહેલા એટલે કે 26મી ફેબ્રુઆરીએ કોંગ્રેસે તમામ ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યો હતો. જેમાં ધારાસભ્યોને તેમના મત પોલિંગ એજન્ટને બતાવવા માટે કહેવામાં આવ્યું હતું. આમ છતાં, 24 કલાકમાં ટેબલો પલટાઈ ગયા અને કોંગ્રેસના 6 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું. જેના કારણે બંને પક્ષોને સરખા 34 મત મળ્યા હતા. આ પછી જીત અને હાર બંને ટોસ દ્વારા નક્કી કરવામાં આવી હતી અને ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનો વિજય થયો હતો.

ક્રોસ વોટિંગ બાદ વિક્રમાદિત્ય સિંહે રાજીનામું આપ્યું
ભાજપ કંઈ બોલે તે પહેલા જ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ બોલ્યા. તેમણે પોતાના જ મુખ્યમંત્રીની વિરૂદ્ધ ગયેલા ધારાસભ્યોને સમર્થન આપ્યું હતું. પ્રતિભા સિંહના પુત્ર અને હિમાચલ સરકારમાં મંત્રી વિક્રમાદિત્ય સિંહે એક પગલું આગળ વધાર્યું અને ચૂંટણી પરિણામો જાહેર થયાના બીજા જ દિવસે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. 

બે ભાગમાં વહેંચાઈ ગઈ કોંગ્રેસ, તો શું હવે સરકાર પડી જશે ? 
પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ અને મુખ્યમંત્રી સુખુ વચ્ચેનો ખટરાગ જાણીતો છે. જેના કારણે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. કોંગ્રેસની આ નબળાઈનો ફાયદો ઉઠાવીને ભાજપે હર્ષ મહાજનને પોતાના ઉમેદવાર બનાવ્યા. મહાજન કોંગ્રેસના નેતા વીરભદ્ર સિંહની નજીક રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રતિભા સિંહ સાથેના તેમના સંબંધો પણ સારા માનવામાં આવે છે. હવે સવાલ એ છે કે શું ભાજપ રાજ્યમાં માત્ર એક રાજ્યસભા બેઠક જીત્યા પછી ચૂપ રહેશે અને તે પણ જ્યારે ખબર છે કે કોંગ્રેસના ઓછામાં ઓછા 6 ધારાસભ્યોએ બળવો કર્યો છે.

જાણ શું કહી રહ્યા છે સમીકરણો ? 
હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની 68 બેઠકો છે. અહીં બહુમત માટે 35 ધારાસભ્યોની જરૂર છે. કોંગ્રેસ પાસે 40 ધારાસભ્યો છે જ્યારે ભાજપ પાસે 25 ધારાસભ્યો છે. 3 અન્ય ધારાસભ્યો પણ સુખુ સાથે છે. આમ એકંદરે કોંગ્રેસ પાસે 43 અને ભાજપના 25 ધારાસભ્યો છે. હવે કોંગ્રેસના 6 ધારાસભ્યોએ બળવો કર્યો છે, જો વિધાનસભામાં બહુમતી સાબિત કરવાની વાત આવે તો કોંગ્રેસ પાસે માત્ર 34 ધારાસભ્યો રહેશે અને જો વિક્રમાદિત્ય સિંહને પણ ઉમેરવામાં આવે તો આ સંખ્યા 33 રહી જશે. આ સંખ્યા બહુમતીના આંકડા કરતા બે ઓછી છે. આવી સ્થિતિમાં ઓપરેશન લોટસની શક્યતા નકારી શકાય તેમ નથી. 

એટલું શક્ય પણ નથી ઓપરેશન લોટસ
હિમાચલ પ્રદેશમાં ઓપરેશન લોટસ એટલું સરળ નહીં હોય કારણ કે જો કોંગ્રેસના 6-7 ધારાસભ્યો બળવો કરે તો પણ તેઓ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરશે અને ભાજપની તરફેણમાં મતદાન કરી શકશે નહીં. બળવાખોરોની ગેરહાજરીમાં વિધાનસભાની સંખ્યા ઘટીને 61 થઈ જશે અને પછી બહુમતીનો આંકડો 31 થઈ જશે અને આ સંખ્યા હજુ પણ કોંગ્રેસ પાસે છે. આવા સંજોગોમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસના બળવાખોરોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાંથી ચૂંટણી લડવી પડશે તેમણે એ તમામમાં જીત મેળવવી પડશે અને પછી બહુમતી પરીક્ષણના દિવસે તેમને ચૂંટણી લડવી પડશે. ભાજપની તરફેણમાં મતદાન કરીને કોંગ્રેસ સરકારને તોડી પાડે પણ પરંતુ આમાં ઘણો સમય લાગશે. જોકે રાજ્યસભામાં થયેલા મતદાને સંકેત આપ્યો છે કે, સુખુ સરકાર લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા ઓછી છે.

આ બધાની વચ્ચે હવે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, જે ધારાસભ્યો ભાજપ સાથે છે તેઓ પણ તેમના સંપર્કમાં છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે ભાજપ નાટક કરી રહી છે અને તે એક સારા કલાકાર છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે.

તો હવે કોંગ્રેસ શું કરશે ? 
જો આપણે કોંગ્રેસની વાત કરીએ તો તેના તમામ બળવાખોર ધારાસભ્યો પાર્ટી વિરુદ્ધ નહીં પરંતુ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ વિરુદ્ધ બળવો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસ હાઈકમાન્ડ સુખવિંદર સિંહ સુખુને બદલે પ્રતિભા સિંહ અથવા તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને કમાન સોંપે તો કદાચ આ બળવાને રોકી શકાય. જેના કારણે ઓપરેશન લોટસ દ્વારા હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવવાનું સપનું જોઈ રહેલી ભાજપનું સપનું પણ ચકનાચૂર થઈ શકે છે.

વધુ વાંચો: હિમાચલમાં રાજકીય ઘમાસાણ: BJPના 15 ધારાસભ્યોને વિધાનસભા સ્પીકરે કર્યા સસ્પેન્ડ, મંત્રી વિક્રમાદિત્યનું પણ રાજીનામું

શું કહ્યું પ્રિયંકા ગાંધીએ ? 
હિમાચલના રાજકીય સંકટ પર પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, “લોકશાહીમાં સામાન્ય લોકોને તેમની પસંદગીની સરકાર પસંદ કરવાનો અધિકાર છે. હિમાચલના લોકોએ આ અધિકારનો ઉપયોગ કર્યો અને સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બનાવી. પરંતુ ભાજપ મની પાવર, એજન્સીઓની સત્તા અને કેન્દ્રની સત્તાનો દુરુપયોગ કરીને હિમાચલના લોકોના આ અધિકારને કચડી નાખવા માંગે છે. આ હેતુ માટે ભાજપ જે રીતે સરકારી સુરક્ષા અને મશીનરીનો ઉપયોગ કરી રહ્યું છે તે દેશના ઈતિહાસમાં અભૂતપૂર્વ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ