બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / why will the third wave of corona affect children how much time is there to prepare

મહામારી / કોરોનાની ત્રીજી લહેર ક્યારે શરુ થશે ? જાણો દેશના ટોચના મહામારી નિષ્ણાંતનો જવાબ

Hiralal

Last Updated: 07:37 PM, 18 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના ટોચના મહામારી નિષ્ણાંત અને વાયરોલોજિસ્ટ ડો.વી.રવિએ જણાવ્યું કે નવેમ્બર-ડિસેમ્બર 2021 માં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ શકે છે.

  • વાયરોલોજિસ્ટ ડો.વી.રવિએ આપી ચેતવણી
  • નવેમ્બર-ડિસેમ્બરમાં ત્રીજી લહેર શરુ થઈ શકે છે
  • ત્રીજી લહેર માટે 6 મહિનાનો સમય
  • ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે ભોગ બનશે 

વાયરોલોજિસ્ટ ડો.વી.રવિએ જણાવ્યું કે સામાન્ય રીતે પહેલી લહેર પૂરી થયાના 3 થી 4 મહિનામાં નવી લહેર શરુ થતી હોય છે. આ હિસાબે જોઈએ તો બીજી લહેર જુલાઈ-ઓગસ્ટમાં પૂરી થઈ શકે છે. ત્રીજી લહેર માટે આપણી પાસે લગભગ 6 મહિનાનો સમય છે તેથી અત્યારથી તૈયારી કરી લેવી વધારે સારી છે.

ત્રીજી લહેરમાં બાળકો ઝપેટમાં આવી શકે છે, આ રહ્યું કારણ 
ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધારે ભોગ બની શકે છે તેનું પાછળનું મુખ્ય કારણ એ છે કે જે લોકો ઈમ્યુન નથી તેમને વાયરસ જલદીથી પકડી લેશે. મોટા લોકોને તો વેક્સિન મળી રહી છે પરંતુ બાળકોને હજુ સુધી વેક્સિન મળી નથી. બાળકોની વેક્સિન પર ટ્રાયલ ચાલી રહી છે તેમાં  3 થી 4 મહિનાનો સમય લાગી શકે છે. દેશમાં હાલમાં બાળકોની સંખ્યા 30 કરોડ કરતા વધારે છે તેમાં 1 ટકા પણ બાળકોને ચેપ લાગ્યો તો લગભગ 3 લાખ બાળકો સંક્રમિત થઈ શકે છે. 

કયા પ્રકારની તૈયારીઓની જરુર 
કર્ણાટકના કોવિડ ટેકનીકલ એડવાઈઝરી કમિટીના સભ્ય રવિએ જણાવ્યું કે સરકારે કેટલાક નીતિગત નિર્ણયો લેવા જોઈએ. સ્કૂલ સુપર સ્પ્રેડર બની શકે છે. આપણી પાસે કોવિડ કેર વોર્ડ તથા આઈસીયુ નથી તેને પણ બનાવવા જોઈએ. સરવાળે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરુર છે.

પહેલી લહેરમાં વૃદ્ધો,બીજી લહેરમાં યુવાનો અને ત્રીજી લહેરમાં બાળકો શિકાર બનશે
જાણીતા કાર્ડિયોલિજિસ્ટ તથા નારાયણા હેલ્થના ચેરમેન તથા સંસ્થાપક ડો.દેવી શેટ્ટીએ જણાવ્યું કે કોરોના સતત સ્વરુપ બદલી રહ્યો છે. પહેલી લહેરમાં વૃદ્ધો, બીજી લહેરમાં યુવાનો ભોગ બન્યાં હતા અને હવે ત્રીજી લહેરમાં બાળકો ભોગ બની શકે છે તેને માટે અત્યારથી તૈયારી કરી લેવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ