બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Why Prana Pishtha is necessary before idol worship in temple?

Ram Mandir Ayodhya / અયોધ્યા રામ મંદિર: મંદિરમાં મૂર્તિની પૂજા પહેલા કેમ જરૂરી છે પ્રાણ પ્રતિષ્ઠા? જાણો મહત્વ

Pooja Khunti

Last Updated: 08:54 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈદિક પરંપરા અનુસાર, જ્યારે પણ કોઈ મંદિરમાં દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પરંપરા છે. પ્રાણ પ્રતિષ્ઠામાં વેદના જાણકાર બ્રાહ્મણો દ્વારા મંત્રોના જાપ સાથે દેવતાની મૂર્તિને જાગૃત અવસ્થામાં લાવવામાં આવે છે.

  • સનાતન ધર્મમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું વિશેષ મહત્વ છે
  • મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનાં બે પ્રકાર છે
  • પ્રાણ પ્રતિષ્ઠાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો

આજે 22 જાન્યુઆરી 2024 ને સોમવાર એક મહત્વપૂર્ણ દિવસ છે. જે વર્ષો સુધી યાદ રહેશે. 500 વર્ષ પછી રામલલા આજે તેમના ભવ્ય મહેલમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. બધા રામ ભક્તો વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. આજે સમગ્ર વિશ્વ રામમય બની ગયું છે. આજે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રાણ પ્રતિષ્ઠાનો શુભ સમય કુલ 84 સેકન્ડનો છે. જાણો, કેમ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને આમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? 

પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પરંપરા
વૈદિક પરંપરા અનુસાર, જ્યારે પણ કોઈ મંદિરમાં દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની પરંપરા છે. પ્રાણ પ્રતિષ્ઠામાં વેદના જાણકાર બ્રાહ્મણો દ્વારા મંત્રોના જાપ સાથે દેવતાની મૂર્તિને જાગૃત અવસ્થામાં લાવવામાં આવે છે. જ્યારે કોઈ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય છે ત્યારે તે પૂજનીય માનવામાં આવે છે. જ્યાં સુધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં ન આવે ત્યાં સુધી તે મૂર્તિ પૂજનીય નથી.

મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનાં બે પ્રકાર છે

ચલ પ્રાણ પ્રતિષ્ઠા
શાસ્ત્રો અનુસાર જે મૂર્તિઓ રેતી અને માટીની બનેલી હોય છે, તેમની ચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. ચલ પ્રાણ પ્રતિષ્ઠા થયેલી મૂર્તિની એક ઝાંખી બહાર કાઢી શકાય છે અને તેમનું વિસર્જન પણ કરી શકાય છે. 

અચલ પ્રાણ પ્રતિષ્ઠા
અચલ પ્રાણ પ્રતિષ્ઠામાં, જે મૂર્તિની એક વાર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે પછી તેને ત્યાંથી ખસેડી શકાય નહીં. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિરમાં જે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે, તેની અચલ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે. એક વાર અચલ પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ તે મૂર્તિને ક્યારેય ત્યાંથી દૂર કરવામાં આવતી નથી. અચલ પ્રાણ પ્રતિષ્ઠામાં ધાતુની મૂર્તિઓ અથવા પથ્થરની બનેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે.

વાંચવા જેવું: પુત્ર પ્રાપ્તિ યજ્ઞની ફળશ્રુતિ: માતા કૌશલ્યાએ ખાધો હતો દિવ્ય પ્રસાદ, શુભ ગ્રહ, નક્ષત્ર અને મુહૂર્તમાં અવતર્યા હતા ભગવાન રામ

પ્રાણ પ્રતિષ્ઠાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો

  • સનાતન ધર્મમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું વિશેષ મહત્વ છે. જ્યાં સુધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી ત્યાં સુધી તેની પૂજા થઈ શકતી નથી અને ન તો તે પૂજાને લાયક ગણાય છે.
  • પૂજાની પદ્ધતિ અનુસાર કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરતાં પહેલા તેનો શુભ સમય નક્કી કરી લેવો જોઈએ અને તે જ સમયમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ.
  • શ્રેષ્ઠ વેદ શીખનાર બ્રાહ્મણ દ્વારા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવી જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠા કરતા પહેલા મૂર્તિની આંખો પર પટ્ટી બાંધેલી હોવી જોઈએ.
  • એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી, દરરોજ સમય પ્રમાણે નિયમિતપણે મૂર્તિની પૂજા કરવી જોઈએ. 
  • જેઓ યજમાન મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે તેમણે પણ પૂજા દરમિયાન યમ નિમયનું પાલન કરવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ