બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / What Jagatguru Rambhadracharya said about Ram Mandir and BJP

VTV Exclusive / આજે દેશભરમાં કેમ ભાજપનો ડંકો વાગી રહ્યો છે? જગતગુરુ રામભદ્રાચાર્યએ કર્યો VTV પર કર્યો ખુલાસો, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 02:40 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, રામ મંદિર એક ઇતિહાસ બનવા જઈ રહ્યું છે, આ રામમંદિર નહીં ભારતના મંગલ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, મોટા સંઘર્ષ પછી આ સફળતા મળી છે

  • અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 
  • જગદગુરુ રામભદ્રાચાર્યએ અમદાવાદની મુલાકાતે આવ્યા 
  • જગદગુરુ રામભદ્રાચાર્યએ VTV સાથે ખાસ વાતચીત કરી
  • રામ મંદિર એક ઇતિહાસ બનવા જઈ રહ્યું છે: જગદગુરુ રામભદ્રાચાર્ય

Ayodhya Ram Mandir : અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીના રોજ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આ તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે જગદગુરુ રામભદ્રાચાર્યએ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન જગદગુરુ રામભદ્રાચાર્યએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી. મહત્વનું છે કે, રામભદ્રાચાર્યએ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી અયોધ્યામાં રામમંદિર નહીં બને ત્યાં સુધી અયોધ્યામાં રામકથા નહીં કરે. જોકે હવે આજે જ્યારે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બની રહ્યું છે ત્યારે રામભદ્રાચાર્ય 14 જાન્યુઆરીથી અયોધ્યામાં રામકથા કરશે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારી વચ્ચે અમદાવાદ પહોંચેલા જગતગુરુ રામભદ્રાચાર્યએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં અનુભવો જણાવ્યા હતા. જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, રામ મંદિર એક ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. આ રામમંદિર નહીં ભારતના મંગલ મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, મોટા સંઘર્ષ પછી આ સફળતા મળી છે. લગભગ બે લાખ હિન્દુઓનું બલિદાન થયું પછી આ વરદાન આ સફળતા મળી છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, હું જેલ ગયો, પોલીસના દંડા ખાધા, નજર બંધ થયો, આખી યાત્રા સહિત લોકોને મારવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ ભારતમાતાનું પુણ્ય છે કે હું જીવુ છું. 

વધુ વાંચો: સમયનું પૈડું ફર્યું... PM મોદીએ 1992માં રામ મંદિર માટે લીધી હતી આ પ્રતિજ્ઞા, 22મી જાન્યુઆરીએ પૂર્ણ થશે સંકલ્પ

શું કહ્યું જગતગુરુ રામભદ્રાચાર્યએ? 
જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, 1984માં 6 ઓક્ટોબરના દિવસે અંતિમ આંદોલન પ્રારંભ થયું હતું. આંદોલન અત્યંત ઉત્તેજક અને આક્રમક હતું. તેમણે કહ્યું કે, આંદોલન વચ્ચે ગામડે ગામડે ગયા બે લાખ ગામડા ફર્યા, રામજીની ઈંટની પૂજા કરાવડાવી જનતાનું સમર્થન પ્રાપ્ત કરાવ્યું. આ બધામાં ભાજપે સહયોગ કર્યો હતો. ભાજપની પહેલા 88 પછી 120 પછી 150 સીટો થઈ હતી. તેમણે કહ્યું કે, રામ મંદિરના આંદોલનના કારણે જ ભાજપને આ સત્તા મળી છે. તેમણે કહ્યું કે, મને વિશ્વાસ હતો કે આ પ્રતિષ્ઠા થશે, જનતાના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે. 

વધુ વાંચો: PM લોકાર્પણ કરશે અને હું ત્યાં શું તાળીઓ પાડું? પુરીના શંકરાચાર્યએ અયોધ્યા ન જવાનું એલાન કર્યું, જુઓ શું કહ્યું

રામજીની ઈચ્છાથી થઈ રહ્યું છે: જગતગુરુ રામભદ્રાચાર્ય
જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, રામજીની ઈચ્છાથી અને જનતાના સહયોગથી આ બધું થઈ રહ્યું છે. આ સાથે કહ્યું કે, અયોધ્યામાં ભવ્યતમ મંદિર બની રહ્યું છે અને  પવિત્રતમ મંદિર બની રહ્યું છે. આ સનાતન ધર્મના ઉત્કર્ષનો અને હિન્દુત્વના સ્વાભિમાનની જાગૃતિનો સમય છે. હું પોતે જઈ રહ્યો છું મારો અમૃત મહોત્સવ ત્યાં ઉજવાય રહ્યો છે. હું પ્રત્યેકને કહું છું કે બધા રામમય થઈ જાઓ. આ સાથે તેમણે કહ્યું કે, જીવનમાં રામજીની નૈતિકતા લઈ આવો, રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાવ અને રામ જેવું પોતાનું વર્તન કરો. આ સાથે ઉમેર્યું કે, રામજી માતા પિતાનું ગુરુનું સન્માન કરતા તે રીતે તમે પણ સન્માન કરો. રાષ્ટ્ર માટે સમર્પિત થાઓ અને ભારતની વિકસિત બનાવો. છેલ્લે જગતગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું કે, જેટલું આવશ્યક જીવનમાં શ્વાસ છે તેટલું જ આવશ્યક સનાતન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ