સ્વપ્નશાસ્ત્ર /
શું તમને પણ રાત્રે ડરામણા સપના આવે છે ? તેનો હોઇ શકે છે આ અર્થ, જાણો વિગત
Team VTV02:00 PM, 20 May 22
| Updated: 03:05 PM, 20 May 22
દરેક વ્યક્તિના મગજમાં અસંખ્ય વિચારો ચાલી રહ્યો હોય છે. રાત્રે સૂતી વખતે પણ મગજ વિચાર કરતુ જ રહે છે. ઘણીવાર તો ઉંઘમાં એવા સપના આવે છે કે અડધી રાતે બેઠા થઇ જવાય
દરેક સપનાનો હોય છે એક અર્થ
સપનું આવવુ સામાન્ય બાબત છે
પરંતુ કેટલાક સપના હોય છે અશુભ
સપના કોને નથી આવતા ? સપનું આવવુ સામાન્ય વાત છે. પરંતુ ઘણીવાર એવા સપના આવે છે કે આપણે ઉંઘમાંથી પઁણ જાગી જઇએ. એવા ડરામણા સપના હોય છે કે ઉંઘમાં પણ આપણે બૂમો પાડવા લાગીએ. ત્યારે આવો જાણીએ આવા વિચિત્ર સપના કેમ આવતા હશે. શું હોઇ શકે છે કારણ. આવા સપના આવવા શુભ ગણાય કે અશુભ.
સપનામાં કાળી બિલાડી દેખાવી
જો કોઈ વ્યક્તિ સપનામાં કાળી બિલાડી જુએ તો તેને અશુભ માનવામાં આવે છે. કાળી બિલાડીનો દેખાવ કમનસીબી સાથે જોડાયેલો છે. આ સાથે તે નજીકના ભવિષ્યમાં કોઈ ખરાબ ઘટના બનવાનું સૂચક પણ માનવામાં આવે છે.
કાળો પડછાયો દેખાવવો
સપનામાં કાળો પડછાયો દેખાય તો તે ખરાબ ગણાય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં કાળો પડછાયો જોવાનો અર્થ અંધકાર, મૃત્યુ, શોક, અસ્વીકાર, દ્વેષ અથવા દ્વેષનો સંકેત માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા જીવનમાં સંકટનો સમયગાળો શરૂ થવાનો છે.
તમારી જાતને મુસાફરી કરતા જુઓ
ઘણીવાર સપનામાં આપણે યાત્રા કરવા માટેની પેકિંગ કે અન્ય તૈયારી કરતા હોઇએ તેવુ દેખાય તો સમજવુ આ સપનુ સારુ નથી. સ્વપ્ન શાસ્ત્ર મુજબ તમે જીવનમાંથી વિદાય લઈને વૈકુંઠલોક જવાની તૈયારી કરી રહ્યા છો તેવું માનવામાં આવે છે. જો તમે ક્યારેય આવું સપનું જુઓ છો, તો તમારે નજીકના ભવિષ્યમાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.
ઘર પર કાગડો બેઠેલો દેખાય
જો તમને સપનામાં કાગડો દેખાય તો તે અશુભ માનવામાં આવે છે. હકીકતમાં, વ્યક્તિના મૃત્યુ પછી, દર વર્ષે તેની યાદમાં પિંડ દાન કરવામાં આવે છે, એટલે કે કાગડાઓને ભોજન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા સપનામાં કાગડાને ઘર પર મંડરાતા દેખાય તો તે કંઈક અપ્રિય સંકેત આપે છે.